________________
૪ : મેવાડના ગુહિલે ઉપર નિખિલ તનમનધનને ભેગ આપનાર, વિષયમાં અવગાહન કરી તલસ્પર્શ કરનાર અને સૂક્ષ્મ વિવેચક, ગુજરાતને સંપૂર્ણ ઇતિહાસ લખનાર ક્યારે ઉત્પન્ન થશે, તે અટકળી શકાતું નથી. ગુજરાતે ડાક્તર ભગવાનલાલ ઇંદ્રજી જેવા યુરોપીય પંડિતેની પણ સ્પર્ધા કરી શકે તેવા સમર્થ વિદ્વાનને ઉત્પન્ન કર્યા છે, તે સત્ય છે. પરંતુ તેઓની પ્રવૃત્તિ માત્ર ગુજરાતની સીમામાં સમાઈ રહી ન હતી; છતાં ગુજરાતના પ્રાચીન ઇતિહાસ ઉપર તેઓએ જે પ્રકાશ પાડ્યો છે, તે ન પાડયો હોત તે ગુજરાતને ઈતિહાસ આજે જેને અને ભાટેની કહાણુઓથી ભરેલો રહે હત. તેમ છતાં તેની જગ્યા આજ દિવસ સુધી પૂરાયા વિનાની જ રહી છે, એમ તો સ્વીકારવું પડશે જ. બંગાળા તે તેવા અનેક વિદ્વાનોને ઉત્પન્ન કરી પાશ્ચાત્ય પંડિતો ઉપર પણ પિતાને પ્રભાવ પાડવાને સમર્થ થયેલ છે. તેમાં પણ અક્ષયકુમાર મૈત્રેય, નગેન્દ્રનાથ વસુ અને રાખાલદાસ વંઘપાધ્યાયે (આર. ડી. બેનરજીએ) બંગાળાના ઈતિહાસની સામગ્રીઓ સંગ્રહીને અને તે ઉપરથી બંગાળાને વિશદ ઇતિહાસ તૈયાર કરીને જે પુસ્તક પ્રકટ કર્યા છે, તેથી માત્ર બંગાળાના જ નહિ, પણ આખા હિંદુસ્થાનના ઈતિહાસ ઉપર અપૂર્વ પ્રકાશ પાડ્યું છે. મહારાષ્ટ્ર તે વિદ્વાનોની ખાણ જ ગણાય છે. તેમાં જુદા જુદા પ્રકારનાં રને પાકે, તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. મહારાષ્ટ્રના પ્રાચીન ઇતિહાસનું યથાર્થ સ્વરૂપ પ્રકટ કરનાર સમર્થ વિદ્વાન રામકૃષ્ણ ભાંડારકર પછી એવા અનેક ઇતિહાસકારે ઉત્પન્ન થયા છે—કે જેઓ મહારાષ્ટ્રની પ્રજાને વિધર્મી અને વિદેશી ઇતિહાસકારોએ લગાડેલ કાલિમા ધોઈ નાંખી, જગતની ઉત્તમ પ્રજાઓની કક્ષામાં સ્થાપવાને સમર્થ થયા છે. તેમાં પણ વિશ્વનાથ કાશીનાથ રાજવાડેએ એક સંન્યાસીની પેઠે સુધાતૃષાની દરકાર કર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com