________________
પૂજ્ય દાદા શ્રીમણિધારીજીનું ચરિત્ર ખૂબજ સંક્ષિપ્ત સ્વરૂપે ઉપલબ્ધ છે, તેમજ એ સમયને અન્ય ઇતિહાસ પણ પ્રાયઃ અંધકારમયજ દેખાય છે. આ કારણે અત્યધિક અન્વેષણ બાદ પણ આ ચરિત્રને મને નુકૂલ કે સંતોષજનક નથી બનાવી શકાયું. પ્રસ્તુત પુસ્તિકા અતિ લઘુ બની જવાને કારણે સૂરિજી રચિત “વ્યવસ્થા કુલક પણ અનુવાદ સહ આ ગ્રકિામાં પ્રકાશિત કરવામાં આવે છે એનું એક બીજું ખાસ મહત્વ પણ છે, અને તે એકે આચાર્યશ્રીની કૃતિઓમાંની આ એકજ અત્યારે ઉપલબ્ધ છે, એની એક પત્રની ૧ પ્રતિ યતિ શ્રીમુકુન્દચન્દજીના સંગ્રહમાંથી મળી હતી, ને દ્વિતિય જેસલમેર ભંડારની પ્રતિ પરથી યતિશ્રી લક્ષ્મીચન્દજી નકલ કરી લાવ્યા હતા. જેસલમેર ભંડારની મૂળ તાડપત્રીય પ્રાચીન પ્રતિ નહીં મળી શકવાને કારણે પાઠ-શુદ્ધિ જોઈએ તેવી નથી થઈ શકી, એની નોંધ લઈએ છીએ. પૂજ્ય મુનિરાજ શ્રીકવીન્દ્રસાગરજીએ જનસાધારણમાં એને અધિક ઉપયોગ થાય એ હેતુથી આ પ્રતની સંસ્કૃત છાયા અને ભાષાનુવાદ કરેલ છે, એ માટે આપણે સૌ એમના ખૂબ ખૂબ આભારી છીએ.
પૂજ્ય ગુરૂદેવ શ્રીમણિધારીજીનું ચિત્ર કે મૂર્તિ અપ્રાપ્ય હોવાને કારણે એમના સમાધિસ્થાનની છબી રજૂ કરીને જ સતિષ ધારવું પડે છે. આ છબીની પ્રાપ્તિ અમને પૂજ્ય આ શ્રીજિનહરિસાગરસૂરિજીની કૃપાથી દિલ્હી નિવાસી ઝવેરી શ્રી કેશરીચન્દજી વેરા દ્વારા થઈ છે, જે માટે આ ઉભય મહાનુભાવોને અમે આભાર પ્રદર્શિત કરીએ છીએ.
આ ચરિત્રને મુખ્ય આધાર જિનપાલપાધ્યાય રચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com