________________
સિદ્ધ કરે છે; આ એક સનાતન સત્ય છે. ત્યારે આપણા સમાજ સાહિત્ય પરત્વે તદ્દન ઉઢાસીન જગુાય છે. તેઓ પૂજા અવશ્ય કરે છે, પરન્તુ એ નથી જાણતા કે પૂજા કેાની, શા માટે; કયા મહાપુરૂષના કેવા આદર્શોની પોતે પૂજા કરે છે, એ વાતથી સ્વય' સર્વથા અજ્ઞાત હોય છે. આ સ્થિતિ અતીવ દુઃખદ છે, કરુણાજનક છે; પ્રજાના ઉજ્જવલ ભાવિની એમાં કોઇ સંભાવના નથી, બલ્કે અંધકારમયતા, ને પતનના એમાં સ ંકેત ભર્યાં છે, એમ બેધડક કહી શકાય. આથી પૂર્વે અમારા ત્તરથી સાહિત્યના દશ ગ્રંથા પ્રકાશિત થયા છે, તેમાં બે તા દાદાજીના ચરિત્રાજ છે, અને એક ઐતિહાસિક જૈન કાળ્યાને બૃહત્સંગ્રહ છે, પત્તિ જૈન સમાજે આ સાહિત્ય પ્રકાશનના સમુચિત આદર સાથે સ્વીકાર કર્યાં હાત તા પ્રતિ દિવસ આવા ગ્રંથાના પ્રકાશન શીઘ્રાતિશીઘ્ર કરવા પ્રયાસ કરવામાં આવતે, અલબત અમારા તરફથી પ્રકાશન પામેલા ને પામતા જૈન સાહિત્યને ભારતીય વિદ્વાનાએ । ખૂબ આદર કર્યાં છે, તેમ ભારતીય પત્ર, વિવેચકા, તે સાહિત્યકારાએ ભારાભાર પ્રશંસા કરી છે, અને પૂજ્ય મુનિરાજ (સ'પ્રતિ ઉપાધ્યાય) શ્રીલબ્ધિમુનિજી મહારાજે યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ તથા ‘દાદાશ્રીજિનકુશલસૂરિ' આ બે ગ્રંથોના આધારે સંસ્કૃત કાવ્યાના પણ નિર્માણ કર્યો છે. પરન્તુ આપણા પોતાના અંગ સમા જૈનસમાજ તરફથી તો પ્રોત્સાહનનુ અતિ અલ્પ પ્રમાણ સંપ્રાપ્ત થાય છે! છતાં પણ ‘માર્ચષિશાસ્તે, મા નુ જોવાષન” એ સુપ્રસિદ્ધ ઉષ્કૃત્યનુસાર અમે અમારા કર્તવ્ય પથપર દૃઢ છીએ, અને એક પછી એક કૃતિ જૈન સમાજ અને ભારતીય. સંસ્કૃતિ તેમજ સાહિત્યને ઉત્સંગે ધરતા જઇએ છીએ.—એ આશા સાથે કે ફાઇને કોઇ દિવસ જૈન સમાજ પણ જરૂર જાગશેજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com