________________
સૂરિજી–ઉભા રહી શકવા પૂરતી ગ્યતા કોની છે ને કેની નથી એ તે સમય આવવા પર રાજસભામાં સ્વતઃ જણાઈ આવશે. પશુપ્રાયની રણભૂમિ અરણ્ય જ હોય છે. આપ અમરેલવથી જાણી પિતાની શકિતને અધિકતર ન બતલાવશે. આપ તો જાણતા જ હશો કે નાના દેહવાળા સિંહની ગર્જના સાંભળી પહાડ જેવડા મોટા અંગવાળા યુથાધિપતિ ગજરાજે પણ કંપી ઉઠે છે! . . : :
આ બંને આચાર્યોને આમ વિવાદ કરતાં જોઈ કૌતુકતાથી અનેક નાગરિકે ત્યાં એકત્રિત થઈ ગયા, ને બંને પક્ષના શ્રાવકે પણ પોતપોતાના આચાર્યને પક્ષ લઈ એક બીજાને પિતપોતાને અહંકાર બતાવવા લાગ્યા. વાત એટલી હદ સુધી વધી ગઈ કે છેવટે રાજસભામાં શાસ્ત્રાર્થ કરવાનું નિયત થયું અને નિયમિત સમયે શાસ્ત્રાર્થ પ્રારંભ થશે. - શ્રીજિનચંદ્ર સૂરિજીએ વિશદ વિદ્વત્તા વડે વિપક્ષીનાં પ્રમાણે
અને યુકિતઓને જડબાતોડ રદિયો આપી સ્વપક્ષની સત્યતા સિદ્ધ કરી બતાવી.
પદ્મચંદ્રાચાર્ય શાસ્ત્રાર્થમાં પરાસ્ત થયા. રાજ્યાધિકારી
એ સમસ્ત જનતા સમક્ષ શ્રીજિનચંદ્રશૂરિજીને જયપત્રસમર્પણ કર્યું. સૂરિજીને વિજય ઘેષ ચારે દિશામાં પ્રસરી ગયા. સૂરિજીની વિદ્વત્તા તેમજ સુવિહિત માર્ગની ખ્યાતિ ચોમેર વૃદ્ધિ પામી રહી. શ્રાવકે લેકએ આ વિજયના ઉપલક્ષમાં મેટો ઉત્સવ મનાવ્યો. આજથી સૂરિજીના શ્રાવક જયતિહટ્ટ અને પાચંદ્રાચાર્યના શ્રાવકે “તર્કહટ્ટના નામથી જાહેર થયા. આ પ્રકારે દિનપ્રતિદિન અધિકતર યોજ્જવલ બની આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિજી મહારાજે કેટલાક સમય અત્રે વિતાવી સિદ્ધાન્તોકત વિધિ અનુસાર સારા સંઘ સથવારા સાથે આગળ વિહાર આદર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com