________________
પ્રસ્તાવના.
– :– આ જગતમાં અનેક ધમ સંસ્થાપક થઈ ગયા પણ પરમ તિર્થંકર શ્રી મહાવીર પ્રભુના ત્યાગ અને દઢતાની તુલનામાં સમાનતા મેળવનાર કઈ નજરે પડતું નથી.
સારસા vમ:' અર્થાત સાગરની ઉપમા સાગરનેજ લાગુ પડી શકે, તેમ તિર્થંકરની તુલના તે તિર્થંકરજ કરી શકે. ભમરાઓ જેના શરીરમાં ચાર ચાર માસ સુધી દ્વાર કરીને રહ્યા તો પણ તેને ઉડાડવાની ઈચ્છા ન કરતાં ભમરાના ડંખને સમભાવે સહન કરી અડગ ધ્યાનાવસ્થામાં રહ્યા. એ કેટલી સહનશીલતા !! ગોવાળીયાઓએ કાનમાં ખીલા માર્યા તો પણ તેની સામે કરડી નજર ન કરી, મનમાં રેષ ન આયે એ કેટલી બધી ક્ષમા !! દેવાંગનાઓએ અનેક હાવભાવ કરી, કટાક્ષ ફેકી, ધ્યાનથી ડગાવવા અનેક પ્રયત્ન કર્યા છતાં જેના રોમાંચમાં પણ વિકાર ન જાગે, આ કેટલો બધો સંયમ!! ઈન્દ્ર મહારાજે સાથે રહી સહાય આપવાની વિનંતિ કરવા છતાં ચોખ્ખી ના પાડી કે “મારે કેઈની સહાય જોઇતી નથી. આત્મબળ પર મુસ્તાક રહી કસાથે યુધ્ધ મચાવી વિજય મેળવવામાંજ પુરૂષાર્થની સાર્થકતા છે” એમ કહી સિંહની માફક એકાકી રહી અસહ્ય પરિષહ સહન કર્યા એ કેવી વીરતા! અલાસિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com