________________
aછ0
શ્રી મહાવીર પરમાત્માના કેવલજ્ઞાનને ને પામ્યા પછીના ૩૦ વર્ષનું
વિહારવર્ણન.
–@SF@ – [૧૩ માથી ૪૨ મા સુધીના ૩૦ ચોમાસાના સ્થળ સાથે
શ્રી મહાવીર પરમાત્માના ૪૨ વર્ષના ચારિત્રપર્યાયમાં પ્રથમના ૧રા વર્ષ તે છવસ્થપણે વિચર્યા. અનેક ઉપસર્ગો ને પરિસહ સહ્યા. અત્યંત તીવ્ર તપ કરીને ૧૨ વર્ષના પ્રાંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ છઘસ્થપણાના ૧૨ વર્ષનું વર્ણન તે સુબાધિકા ટીકા વિગેરેમાં વિસ્તારથી આવે છે. કેવળજ્ઞાન પામ્યા ને પાવાપુરી પધારી દેશના આપી, અનેક મનુષ્યોને દીક્ષા આપી, તેમાંથી ગણધર પદગ્ય ૧૧ મુનિઓને ગણધર પદવી આપી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આટલા વર્ણન પછી ત્રીશ વર્ષ સુધી કરેલા વિહારનું વર્ણને સુપિકા ટીકા વિગેરેમાં આવતું નથી. માત્ર પ્રાંતભાગે પરિવારનું વર્ણન અને નિર્વાણગમનની હકીક્ત આવે છે. આ ત્રીશ વર્ષનું વર્ણન ક્રમસર એકત્ર કરી અત્ર સંક્ષેપથી આપ્યું છે. ત્રીશે ચોમાસા કયા કયા સ્થળે કર્યા તે પણ ક્રમસર બતાવ્યું છે. પ્રભુના સમાગમમાં આવેલા કેટલાક શ્રાવકે ને મુનિઓ વિગેરેનું વર્ણન તેમની પ્રાંતાવસ્થા સુધીનું આપેલું છે તે ત્યાં પ્રસંગે પાત જ લખેલું સમજવું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com