________________
પ્રસિધ્ધકર્તાનું નિવેદન
આ પુસ્તકના લેખક સદ્ગત શ્રી વા. મો. શાહના પુસ્તક પ્રકાશનનું કામ શરૂ કરતી વખતે એ ક્રમ રાખવામાં આવ્યો હતો કે સૌથી પ્રથમ અપ્રગટ પુસ્તકે અને તે પછી પ્રગટ થયેલાં પુસ્તકો બહાર પાડવાં.
ઉપર જણાવેલા ક્રમ મુજબ અપ્રગટ પુસ્તકે પૈકી “એક અને મહાત્મા કબીરનાં આધ્યાત્મિક પદો નામનાં બે પુસ્તકે ગયા ગષ્ટ માસમાં વા. મ. શાહ ગ્રંથમાળા’ના પહેલા અને બીજા મણકા તરીકે પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. ત્રીજા અને ચોથા મણકા તરીકે આ “મહાવીર કહેતા હવા” અને
આર્યધર્મ? એક સાથે પ્રગટ થાય છે. પાંચમા અને છઠ્ઠા મણકા તરીકે પ્રગતિનાં પાચિન અથવા અનુભવના એડકાર” અને “નગ્નસત્ય' છપાય છે, જે થોડા સમયમાં બહાર પડશે. . .
આ પુસ્તક બાર વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયેલું છે. પરંતુ ત્યેની લાંબા વખતથી વારંવાર થતી રહેલી માગણીને લીધે તેમજ ચોથા મણકા તરીકે પ્રસિદ્ધ થતા “આર્યધર્મ' નામના પુસ્તકની પ્રસ્તાવના રૂપ હોઈ ત્રીજા મણકા તરીકે આ પ્રસિદ્ધ થયેલા પુસ્તકને પ્રગટ કરવાની જરૂર જણાઈ છે. ઘાટકોપર
શકરાભાઈ મોતીલાલ શાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com