________________
(૩૬), પમનું હોય છે. ત્રીજા આરાનું પ્રમાણુ બે કડાડી સાગરેપમનું હોય છે. એનું નામ સુષમ દુષમ છે. આ ત્રણે આરામાં યુગલિક મનુષ્ય હોય છે તેઓ સ્ત્રી અને પુરૂષ સાથે જ જન્મે છે. કલ્પવૃક્ષ પાસેથી ઇચ્છિત વસ્તુ મેળવીને કષાય રહિતપણે સંસાર સુખ ભેગવતાં પિતાનું જીવન વ્યતીત કરે છે. અ૮૫ કષાયવંત હોવાથી મરણ પામીને પણ દેવલોકમાં જાય છે. એ ત્રીજા આરાના અંતમાં શ્રી રૂષભદેવને જન્મ થયે.
રૂષભદેવે યુગલિક ધર્મ નિવારીને વ્યવહાર માર્ગ પ્રવતા. પહેલા રાજા થયા પ્રથમ ધર્મ પ્રવર્તક થયા, પ્રથમ તીર્થકર થયા. તેમના જ પુત્ર ભરત આ અવસપિણમાં પહેલાં ચક્રવર્તિ થયા. પ્રથમ તીર્થકર મેસે ગયા પછી ત્રણ વર્ષ અને સાડા આઠ માસે ચોથો આરે બેઠે એ ચેથા આરાનું પ્રમાણ ૪૨ હજાર વર્ષ જુન એક કેડાકડી સાગરોપમનું છે. ચેથા આરાની શરૂઆતમાં પાંચસે ધનુષ્ય પ્રમાણ શરીર અને કેટી પૂર્વનું આયુષ્ય પ્રમાણ હતું. એ યુગની શરૂઆતમાં ભરત ચક્રવત્તી હતા.
શ્રી રૂષભદેવ ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતમુહુર્તમાં મેક્ષ માર્ગ શરૂ થયે એમની અસંખ્યાતી પાટ પરંપરા સુધી મોક્ષ માર્ગ ચાલુ રહ્યો. એમના સમયમાં દુન્યામાં મહાનમાં મહાન જૈનધર્મ હતો. રાષ્ટ્રધર્મ કહો કે રાજ્યધર્મ સર્વે કે રૂષભ ભગવાને કહેલા ધર્મને માનનારા હતા. જો કે એમના પુત્ર કછ મહાકઆદિ તાપસ થઇ વનફલ ખાતા હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com