________________
(૩૧).
રક્ષિતાએ રાજાની જેડમાં આસન લેતાં કહ્યું.
રાજાની જોડમાં આસન લેતાં તિષ્યરક્ષિતાએ કાગળ ઉપર વાંકી નજરે જોયું તે એ કાગળ યુવરાજ કુણાલ ઉપર લખાતા હતા. એ એના સમજવામાં આવ્યું, કાગળ જોઈ એના હૈયામાં તાલાવેલી લાગી કે કાગળમાં શું લખ્યું હશે. અવસર મળે તે આપણે અવશ્ય વાંચવું તે જોઈએ.
. રાજાએ પણ એ અરસામાં કાગળ લખીને સંપૂર્ણ કર્યો. “દેવી ! ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થ આપણે અરસ પરસ બાધા રહિતપણે સાધીયે છીએ. સુખ ભેગવવામાં આપણે શું ન્યુનતા રાખીએ છીએ.” લખેલે કાગળ એક બાજુએ મુકતાં રાજા બોલ્યા.
એટલામાં છ વર્ષને રાજકુમાર મહેંદ્ર અને ચાર વર્ષની સંઘમિત્રા અંદર દોડી આવ્યાં.
મહેંદ્રને જેઈ તિગરક્ષિતાએ કહ્યું ” ત્યા આ તમારે મહેન્દ્ર આવ્યો? મારે મહેંદ્ર બિચારે ગમે તે પણ....” રણું બેલતાં બોલતાં અટકી ગઈ.
બને છોકરાં માતા પિતાના ખોળામાં બેસી ગયાં. ને અરસ પરસ રમવા લાગ્યાં. અનેક સંજોગ વિજેમાં પસાર થતી મોટાં માણસોની જીંદગી જ્યારે જુદી હોય ત્યારે બાળકેની નિર્દોષ સૃષ્ટિ પણ જુદી જ હોય છે.
રાણીજી! કેમ અટકી ગયાં ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com