SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૩) પિતાજી ! ખેદ ન કરશો. હું આપને એક વધામણી આપું છું કે મારે પુત્ર થયો છે. તે રાજ્ય કરશે !” કુણાલે શંકાનું સમાધાન કર્યું. શું તારે પુત્ર થયે ! ક્યારે થયે દિકરા ! હર્ષ પામતાં રાજાએ કહ્યું. પિતાજી! “સંપ્રતિ” હમણાંજ થયો છે.” શું હમણું !” “હા.” અત્યારે તે ક્યાં છે દિકરા?” “આપે આપેલા મારા ગામમાં. ” બીજે દિવસે રાજાએ તરતજ ઘેડેસ્વાર સહીત મંત્રીએને એ બાલકુમારને તેડવાને મોકલ્યા. ને તેમની સાથે થોડા દિવસમાં બાલકુમાર શરત્ કુમારી, સુનંદા, ચંદા વગેરે પરિવાર આવી પહોંચે. રાજાએ ધામધુમથી બાલકુમારને પ્રવેશ મહોત્સવ કર્યો ને એનું નામ પણ “સંપ્રતિ ” ઉપરથી સંપ્રતિ” જ કાયમ રાખ્યું. | દશ દિવસ વિત્યાબાદ મહારાજ અશોકવર્ધને સ્તન પાન કરતા એ બાળકુમાર “સંપ્રતિ”ને મહોત્સવપૂર્વક તપ્ત નશન કર્યો. ઘણા કાળે સુનંદાની હૈયાની ઉમેદ એવી રીતે પરિપૂર્ણ થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy