________________
(૧૬૪) “તમારી આશા ફળી, આપણું શરતને ઓધાન છે!” “ શરતને ગર્ભ છે?” ખાતરી કરવાને પૂછયું. “ હા ! તેથીજ તમને કહેતાં શરમાય છે. શરત ! ”
આહા ! આજે મારી ઘણા દિવસથી હૈયામાં રહેલી એક આશા સફળ થઈ. શરત ! મારી આશીષ છે કે તું રાજરાણું તન થઈ, પણ રાજમાતા થજે. આપણું પૂર્વજ ચંદ્રગુપ્ત અને અશોક જેવા સમર્થ પુત્રને જન્મ આપનારી માતા થજે.” આનંદથી ઉછળતા હૈયે સુનંદાના મુખમાંથી અકમાત એ શબ્દો નીકળ્યા.
“તમારાં વચન હું માથે ચડાઉ છું. આપનું વાક્ય અંગીકાર કરૂ છું.” શરતકુમારીએ શરમાતે શરમાતે શકુનની ગાંઠ વાળી.
“આજ કેટલા દિવસ થયા; શરત ?” આતુર હદયે સુનંદાએ પૂછ્યું.
શરમાતે દિલે શરતકુમારીએ કહ્યું. “ બે મહિના?”
આજ બબે મહીના થયા છતાં અમારાથી વાત છુપાવે છે. ઘેલી ?” ચંદાએ એવું કહીને એને ગાલે મૃદુ ચુંટી ખણું.
આજ સુધી મને તે કાંઈ ખબર પડી નહીં. શું કરું?”
તે દિવસથી દુ:ખીયાળા કુણાલના મકાનમાં આનંદની ઝાંખી થવા લાગી. સુનંદાના દુ:ખી દીલમાં પણ શાંતિ થઈ તેણીએ ગર્ભને સારી રીતે પોષણ કરવાની, ખાવા પીવામાં તેમજ બહુ કામ ન કરવાની એવી કેટલીક શરતકુમારીને શિખામણ આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com