________________
(૧૬૩), એવી તે શી વધામણી લાવી છે. શરત! બેલ જેવું !” બેદરકારપણે સુનંદાએ કહ્યું છતાં એના હૈયામાં ઉત્કંઠા હતી.
કહું ! આજ મને માલુમ પડ્યું કે મારા.....” બોલતાં બોલતાં શરતકુમારી શરમાઈ ગઈ ને ચંદાના હૈયા ઉપર પોતાનું મુખ છુપાવી દીધું.
કેમ? શરમાઈ ગઈ છેલની! કંઈ નવા જુની કરી છે કે શું?” હસતાં હસતાં ચંદાએ એના કાનમાં કંઇક કહ્યું.
હા ! એમજ છે? તારી વાત સત્ય છે ચંદા ?' શરતશ્રીએ ચંદાને સમજાવી દીધુ.
“ચંદા ! તમે બે જણ શું ગુસપુસ વાત કરો છો, આજ કાલની છોકરીયો તો જે ! ” સુનંદા મૃદુ ભાવે હસી અને બોલી.
મોટી બેન! એની વાત હું સમજી પણ એ કહી શકતી નથી. તમારી એક ધારણ આજે સત્ય થઈ, દુશ્મનના તેજના ક્ષયની શરૂઆત થઈ.” ચંદાએ હસતાં હસતાં જણાવ્યું.
લગાર સ્પષ્ટતાથી કહે ચંદા ! તારી મેંઘમ વાતમાં હું શું સમજું !” ઉત્સુકતાથી સુનંદાએ પૂછ્યું.
શરતકુમારી ગર્ભવતી છે, મોટી બેન ?” ચંદાએ મૃદુ હાસ્ય ખુલાસો કર્યો.
ચંદાનું વચન સાંભળી સુનંદા એકદમ સફાળી બેઠી થઈ ગઈ. પોતાના સાંભળવામાં ભૂલ તો નથી થતીને, તે નકકી કરવાને એણે ફરીથી પૂછયું. “ચંદા! ફરી કહે ઉતે શું કહ્યું?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com