SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૭) ખાતાં બેલી. છતાં જે થયું તે સારાને માટે નહીતર તમારા સિવાય આજે મારી શી વલેહ થાત ! અરરર ! બાઈ ! હું તો તમે નહોત આજે મરી ગઈ હોત મરી ?” પાછી એણે વાતની કળ મચરડી નાંખી. એ બાલિકા ચંદાની વાત કઢા‘વવાની ચાલાકી અદ્ભુત હતી. ગાડીરે ગાંડી ! જે આખી દુનિયા ઉપર રાજ ચલાવે છે એ એવી ભૂલ કરે ખરે?” આસ્તેથી શ્યામાએ પ્રાણપ્રિય સખી આગળ હૈયાની ગુમ વરાળ બહાર કાઢવા માંડી. “મનેય લાગે છે કે એમ બનવું તે નજ જોઈએ, એમાં કંઈક ભરમ તે હશે, એ રહસ્ય તે તમે જાણો એનાથી પાભાગનીય અમને ઓછી ખબર હોય; બેન ? મોટા રાજ રજવાડામાં એતો બનતું આવ્યું છે. એમાં કાંઈ નવીનવાઈ થોડી છે.” તે એવીજ ખટપટનું આ પરિણામ છે. સમજ? અમારે મહેંદ્ર રાજપાટ વગર પરાધિનપણે જીંદગી પુરી કરે, ને એનમા રાજાને વ્હાલે થઈ રાજપાટ ભેગવે તે હું અને મહેંદ્રની માતાથી કેમ સહન થાય ! ભલે ને એને મહારાજે માનીત કર્યો, તેથી શું થયું !” તમે સત્ય કહે છે બેન ! પિતાના પુત્રની ઉન્નત્તિ કયી માતા ન ચાહે! એ હાલા પુત્રની ઉન્નત્તિમાં આડખીલી નડતી હોય એને દૂર કરવા માતા તો અવશ્ય પ્રયત્ન કરે !” ચંદાએ શ્યામાના ઉદ્ગારમાં હાહા મેળવી સત્ય વાત કહાવા પેરવી કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy