________________
( ૧૬ ) “રામ રામ! અમારા ગરીબનું નશીબતે ગરીબજ ખાઈસાહેબ ! ગમે તેટલે પણ ધવને તારે ચંદ્રની સ્પર્ધા તે નજ કરી શકે. દીવો શું સૂર્યની સાથે હરીફાઈ કરી શકે !” ચંદાએ બરાબર શ્યામા ઉપર માલેસનું જાદુ કરવા માંડયું. “બાઈ સાહેબ! અમારી જેવા મનુષ્ય ઉપર તે તમારે ખાસ રહેમ નજર રાખી તમારાં વિશ્વાસુ બનાવવા એથી તમારું ભલું થશે. સારૂં કરનારનું સારૂં જ થશે.”
ધીરજ રાખ ! કંઇક એવો પ્રસંગ ઉભું થશે તે એમાં તને આગળ પડતો ભાગ આપીને આગળ વધારીશમારી પ્રસન્નત્તાનું ફલ બતાવીશ.”
રંક માણસનાં તે ભાગ્યેજ ઉલટાં? તેમ છતાં તમારી રહેમ નજર છે એ અમારે મન ઘણુંય છે. બાકી જગતમાં તે વેળા વેળાની છાંયડી છે. જુઓને અહીંયાનેજ દાખલો; યુવરાજ કુણાલ ઉપર મહારાજના ચારે હાથ હતા. છતાં આખરે યુવરાજની શી સ્થિતિ થઈ?”
ચંદાની વાત સાંભળીને શ્યામા મનમાં હસી. “સત્ય છે ચંદી! કુણાલ મહારાજને માનિતે હતે પણ...”બોલતાં બોલતાં શ્યામા અટકી ગઈ.
પણ શું બાઈ સાહેબ ! જે મહારાજની મહેરબાની હતી તેમની જ અપ્રીતિ થઈ ગઈ. એમજ ને ! ના ! ના! ભુલી? કાગળ લખવામાં મહારાજે ભૂલ કરી જેથી બિચારાનું નશીબ કુટી ગયું. કેવી ગંભિર ભૂલ?” ચંદા એની દયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com