________________
શ્રી શબનમુનિના જીવન ઉપર પ્રકાશ. ચાલ્યા જાય છે, કેટલાએક બીજા વિષયના ગ્રંથો બનાવવામાં આનંદ કે લાભ માની કાવ્યના ગ્રંથે થોડા બનાવે છે. અથવા બનાવતા ય નથી. આવા અનેક દાખલા મળે છે. આવી અવસ્થામાં તેવા કુદરતી કવિઓને આપણે “કવિ” નહિ માનીએ તો એક મેટી ભૂલ જ ગણાય, ભયંકર અન્યાય જ થાય, એમ મારું માનવું છે. જે તેમ ન હોય તે “ સિદ્ધસેન દિવાકર ” કે જેઓનું “કલ્યાણ મંદિર સ્તોત્ર સિવાય બીજું એક પણ કાવ્ય અત્યાર લગી મળ્યું નથી, છતાં તેમને માટે, હજારે લેકનાં કાવ્યે રચનાર આચાર્ય શ્રી હેમચંદ્ર જેવા મહાન કવિ “કસિદ્ધસેન વવવ:” (સિ. હૈ. ૨–૨-પૃ૦ ૭૨) કહી તેમને મહાકવિનું માન આપે છે, તેથી એમ માનવું જોઈએ કે કવિતા બનાવવી જુદી વસ્તુ છે અને કવિત્વ શક્તિ હોવી જુદી વસ્તુ છે. આપણા “ શોભન મુનિ ” પણ તેવા જ કવિ હતા, કે જેઓ શબ્દાલંકાર અને ભક્તિના પૂરથી છલકતી
નિનસ્તુતિવતુર્વેતિ ' નામની એક જ કૃતિ જગતને આપી તરુણવયમાં સ્વર્ગવાસી થયા છે. તેમની પ્રસ્તુત કૃતિની આલેચના કરવાનું કામ આગળ ઉપર રાખી, આ કૃતિના કર્તા ( શોભનમુનિ ) ના જીવન ચરિત્ર તરફ હું વાચકને લઈ - જવા માગું છું.
શ્રી શોભન મુનિના જીવન ઉપર પ્રકાશ.
અત્યાર લગી પ્રકાશિત થએલ જૂના અને નવા ગ્રંથમાં શ્રી શોભન મુનિનું જીવન ચરિત્ર બહુ જ ટૂંકાણમાં, અને તે પણ અપૂર્ણ મળે છે. તેમના જન્મસ્થાન, માતા, પિતા અને ગુરુનાં નામના સંબંધમાં અનેક ગ્રંથકાર જુદા જુદા મત આપે છે, પણ મને તે આમના જીવનના વિષયમાં મહાકવિ ધનપાળ (શોભન
મુનિના વડીલ ભાઈ) ના ગ્રંથ, પ્રભાવક રારિત્ર અને પ્રબંધ * ચિંતામણિ વધુ પ્રામાણિક લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com