________________
મહાકવિ ભનમુનિ અને તેમની કૃતિ. જેમ એક રાજા કે ધની અમુક દેશ કે કાળને માટે જ સરજાયેલ હોય છેતેમ કવિ નથી હોતો. સાચે કવિ તે તમામ જગત્ અને બધા કાળ માટે સરજાયેલે હોય છે, કેમકે તે પિતાના યશ:–શરીરથી સદા જીવતો જાગતો રહી, પોતાની પાછળ મુકેલી કૃતિને લાભ જગતને સતત આપતો જ રહે છે. કવિ મનુષ્યલોકમાં પણ પોતાની અનુપમ પ્રતિભાથી સાક્ષાત્ સ્વર્ગનો અનુભવ કરી બીજાને પણ તેને સાક્ષાત્કાર કરાવવામાં સમર્થ હોય છે. આ જ કવિ સાચે કવિ કહી શકાય, અન્યથા “વવા: પા: મૃતા: ” ( કવિઓ વાંદરા છે. ) ની કહેવત લાગુ પડે. -
આવા કુદરતી જન્મસિદ્ધ શ્રેષ્ઠ કવિઓ આ ભારતમાં થતા આવ્યા છે, તેમાં જેનોએ મેટો હિસ્સો આપ્યો છે. દરેક જમાનામાં હિન્દની એકેએક ભાષામાં જૈન મુનિઓ અને ગૃહસ્થાએ સુંદરતમ કાવ્ય રચના કરી જગતને ચકિત કરી નાખ્યું છે. સંસ્કૃત, પ્રાકૃત ગુજરાતી અને કાનડી ભાષામાં તો કેટલાક જૈન કવિએનું નામ અઢારમી સદી સુધી મેખરે રહ્યું છે. આપણા પ્રસ્તુત સ્તુતિકાર આ “શ્રી શેભન સુનિ” પણ
તેવા વિશેષ કુદરતી કવિઓ પૈકીના એક શ્રેષ્ઠ શોભન મુનિનું કવિ હતા, એમ માનવામાં તેમની ઉપલબ્ધ શ્રેષ્ઠ કવિત્વ. એક જ “નિનસ્તુતિ ચતુર્થેરાતિ” કૃતિ આપણને
પ્રેરે છે. તેમની બીજી કૃતિઓ જડી નથી, અને કદાચ તેમણે ન પણ બનાવી હોય; છતાં પ્રસ્તુત કૃતિથી જ તેમને શ્રેષ્ઠ કવિ કહેવામાં કોઈપણ જાતનો વાંધો નથી.
જેમનાં ઘણું કાવ્યે મળતાં હોય તે જ મોટા કવિ છે” આવી માન્યતા સાચી નથી. પોતામાં કવિત્વ શક્તિ સારામાં સારી હોવા છતાં કેટલાક મહાકવિઓ ગમે તે કારણે એક પણ કાવ્ય કે મહાકાવ્ય બનાવ્યા વગર જ આ જગત્ છોડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com