________________
સંધની વિનતિથી શોભનમુનિનું ધારામાં જવું. નિરાશ થઈ બેસી રહે. તેમનામાં હિમ્મત હતી, શાસનની દાઝ હતી અને ગમે તેવાને સમજાવવાની વિદ્વત્તા પણ હતી. તેથી માળવામાં જઈ બગડેલી સ્થિતિને સુધારવાની પોતાની ઈચ્છા શોભન મુનિએ ગુરુ આગળ કહી બતાવી. ગુરુએ તેમને હરેક રીતે મેગ્ય સમજી ત્યાં જઈ સુધારો કરવા આજ્ઞા આપી. બસ, પછી શું ?
ફુઈ વૈોપવિષ્ટ ” “ભાવતું હતું ને વૈધે કહ્યું ” જેવું થયું. ગુરુની આશિક્ મેળવી કેટલાક સાધુઓને સાથે લઈ શેલનમુનિએ ધારા ભણ વિહાર લંબાવ્યો. ઉગ્ર વિહાર કરી થોડી મુદતમાં તેઓ ધારાનગરીમાં પ્રવેશ કરતા દેખાયા. લોકો તેમને અનિમેષ દષ્ટિએ ચકિત થઈ જોતા હતા. “અરે ! આ જૈન સાધુઓ અહીં કયાંથી? શા માટે આવ્યા? હમણાં રાજપુરુષો એમને પકડશે. રાજા ગુસ્સે થઈને કોણ જાણે શું કરશે. ?” આમ જ્યાં ત્યાં લેકે આપસમાં અનેક પ્રકારની વાતો કરતા દેખાતા હતા. જેન ધર્મના દ્વેષી કેટલાક લકોને ઈર્ષ્યા થવા લાગી, જ્યારે જેને આનંદથી ઉભરાવા લાગ્યા.
પ્રવેશ કરતી જ વખતે રાજવાડામાં જતો કવિ ધનપાલ રસ્તામાં મળ્યું. જેને સાધુઓને જોઈ તેમનું ઉપહાસ કરવા એક વાય તેણે કહ્યું:-અર્વમત્ત મન્તનમસ્તે ! ” અર્થાત્:-ગધેડા જેવા દાંતવાળા હે મહારાજ ! તમને નમસ્કાર થાઓ. ઘણા વર્ષો વીતી જવાથી શોભનમુનિને તે પોતાના ભાઈ તરીકે ઓળખી શકે નહિ, પણ શેાભનમુનિએ તે ધનપાલને ઓળખી લીધો હતો તેથી ઉપહાસવાળા વાક્યને અનુકૂળ ચમત્કારયુકત ઉપહાસપૂર્વક શબનમુનિ બેલ્યા કે –“પિતૃષTTહ્ય ! વયય ! સુવું તે?” અર્થાત્—વાંદરાના વૃષણ (અંડકોશ) જેવા મુખવાળા હે મિત્ર ! તું સુખમાં તો છેના ?. પોતાના કરતાં વધુ ચમત્કારવાઈ શંભનનું પ્રતિવાક્ય સાંભળી ધનપાળ ચમક ને ઝાંખે પડી બે કે, “હું તમારી વાકય ચતુરાઈથી પરાસ્ત થયે છું. આપ કોણ છે? કયાંથી આવે છે ? અને તેના મહેમાન છો ?” શોભને
અમે તમારા જ મહેમાન છીએ” એમ કહી ધનપાળને વધારે મુંઝવણમાં નાખે. શોભનમુનિની વિદ્વત્તાથી આકર્ષાઈ પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com