SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ શોભનમુનિ અને તેમની કૃતિ. કાઢી પોતાના ઘરમાં દટાએલ ધનને બતાવવા સાગ્રહ વિનતિ કરી. તે આચાયે તેના ઘરમાં દટાયેલ ધન બતાવ્યું. સૂરિજીએ બતાવેલા સ્થળમાં સર્વદેવને મોટી ધનરાશિ પ્રાપ્ત થઈ. ધનના આનંદથી તે ગાંડે ઘેલો થઈ ગયે. ધન અગ્યારમાં પ્રાણ છે. બાળકથી વૃદ્ધ, મૂર્ખથી પંડિત, બધા ય જેની રાતદિવસ ઝંખના કરે છે તેનાથી કેમ આનંદ ન થાય? સર્વદેવ, પંડિત હવા સાથે પૂરેપૂરો કૃતજ્ઞ હતો. સૂરિજીના ઉપકારને બદલે આપવા તે ચાહતો હતો. તેણે મળી આવેલા ધનને અર્ધો ભાગ લેવા સૂરિજીને પ્રાર્થના કરી, પણ તેઓ તે પંચમહાવ્રતધારી જૈનાચાર્ય હતા. પરિગ્રહથી તદ્દન દૂર રહેનાર નિગ્રન્થ; ધનને શું કરે? એક કોડી પણ સૂરિજીએ લીધી નહિ. અંતે સર્વદેવની પ્રાર્થનાથી સૂરિજીએ એક રસ્તો બતાવ્યો:– “ઉપકારને બદલે આપ જ હોય તે તારા બે પુત્રોમાંથી એક પુત્ર મને આપ, જેથી જગતમાં તારું પણ નામ થાય. ” આ ઉત્તર સાંભળી સર્વદેવ પુત્રપ્રેમને લીધે સંકોચાયો, પણ ઉપકારને બદલે આપવાનો વિચાર તેને બેચેન બનાવતો હતે. પ્રભાવક ચરિત્રકાર લખે છે કે –તે વિચારમાં તેનું આખું વર્ષ વીતી ગયું. અંતે તીર્થમાં જઈ મહેન્દ્રસૂરિના ઉપકારનો બદલો નહિ આપવા સંબંધી પોતાના પાપને ધોવાનો વિચાર કરી સર્વદેવે પ્રસ્થાન કર્યું. પ્રસ્થાન સમયે ધનપાળે કારણ પૂછતાં ઉત્તરમાં સર્વદેવે જણાવ્યું કે –“મારું ઋણ ચુકાવવા બેમાંથી એક પુત્રની જૈનાચાર્ય માગણી કરે છે. આ ઋણ ચુકાવ્યા વગર હું મરી જઉં તો મારી સદગતિ થાય નહિ; તેથી તે પાપ ધેવા તીર્થમાં જઉં છું.” પિતાની વાત સાંભળી ધનપાળ ચમક અને ધથી સર્વદેવને કહેવા લાગ્યો કે –“તમે પિતાના પુત્રને ઉપકારનો બદલો. જેન દીક્ષા અપાવી આપણે કુળને કલંકિત કરવા માંગે છે? આપણા કુળમાં શુદ્ધ યજ્ઞયાગાદિ વેદપાઠ કરનાર બ્રાહ્મણે થયા છે. બ્રાહ્મણે અને શ્રમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034943
Book TitleMahakavi Shobhanmuni ane Temni Kruti
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1935
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy