SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ પાંડુને મૃગયાને શેખ. એ શોખ જ આખરે એના માટે એક વિચિત્ર રીતે આપત્તિકારક બન્યા. કિંદમ નામના એક મુનિ વનમાં મૃગોની સાથે રહીને મૃગ જેવા જ બની ગયા હતા. હતા તો એ મુનિ, પણ સંયમ એમનામાં ઓછો હતો. વિષયવાસના એમના ઉપર એટલી હદે સવાર રહેતી કે સમય સમયનું કે પાત્ર–અપાત્રનું પણ ભાન ન રહેતું. એક વાર આ મુનિ કિંદમ સરેઆમ વન–વિસ્તારમાં આવી જ રીતે રતિરંગમાં લીન હતા, જ્યારે શિકારે નીકળેલ પાંડુને દૂરથી જાણે કોઈ મૃગ અને મૃગી વિહાર કરી રહ્યાં હોય એમ લાગ્યું. શિકારનું કેણ જાણે કેવું ય ઝનૂન છે, કે સામા પક્ષની અવસ્થા જેમ વધારે નાજુક તેમ શિકારીને જાણે એને વીંધવામાં જ વધુ મઝા આવતી હોય એમ લાગે, નહિતર પેલું કૌંચયુગલ પ્રેમ કે લીલામાં મત્ત હોય તે વખતે જ બરાબર નિષાદને તેમના ઉપર તીર છોડવાનું કેમ મન થાય? પણ બીજી રીતે જોઈએ તે, આ જ શિકારીએ જગતને રામાયણ અપાવ્યું. પાંડુ કંઈ નિષાદ નહત, આર્ય-શિરોમણિ હતો, પૌરવકુલને સંસ્કારસંપન્ન કુલદીપ હતો. કાશીરાજાની પુત્રીને કુખે એ અવતર્યો હતો. અને વ્યાસ જેવાએ એનું પિતૃકાર્ય કર્યું હતું. છતાં એણે પણ મુનિની, અથવા મુનિ એને મૃગરૂપે દેખાય તો મૃગની, કામોહિત અવસ્થાની મર્યાદા ન જાળવી ! એનું એક કારણ કદાચ, એ પણ હોય કે પાંડુરોગને લીધે પિતાને ફરજિયાત પાળવા પડતા સંયમને કારણે પાંડુ બીજાઓના વિષયભોગ પ્રત્યે અસહિષ્ણુ અને ઇર્ષાળુ બન્યા હોય ! જે હોય તે, પાંડુએ કિંદમ ઉપર તીર છોડ્યું. અને એક કરણ ચીસની સાથે જ કિંદમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. પણ મરતાં પહેલાં આ કિંદમ પાંડને મારતે ગયો, એક વિચિત્ર રીતે ! કથા કહે છે કે પાંડુને તેણે શાપ આપ્યો. “તેં મને જે દશામાં માર્યો છે, તે જ દશામાં તારૂં મૃત્યુ થશે !” આપણામાં એક કહેવત છે કે સતી શાપ આપે નહિ અને શંખણીનો શાપ લાગે નહિ અને તાત્ત્વિક દષ્ટિએ એ સાચી જ વાત છે. પણ હકીકત એ છે કે શાપ એ નિર્બળ ઉપર જાણે અજાણે અત્યાચાર કરનાર માનવીને પોતાના જ અંતઃકરણને પશ્ચાત્તાપનું બીજું નામ છે ! કર્મનું ફળ કાઈ ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy