________________
૪
.
પૃથા અને માદ્રીને પરણ્યા પછી પાંડુ પૃથ્વીને વિજય કરવા નીકળ્યો. હાથી, ઘેડા, રથ અને પાયદળ-ચતુરંગી સેનાને નાયક બનીને પાંડુએ પહેલાં દશાણેને યુદ્ધમાં હરાવ્યા. પછી મગધરાષ્ટ્રના દૌર્વને રાજગૃહમાં હર્યો. પછી મિથિલા જઇને વિદેહનું શાસન કર્યું. પછી કાશી, સુબ, પુરૂ વગેરે સૌને કર ભરતા કર્યા. રાજાઓ પાસેથી ધનના ભંડાર લઈને પાંડુ હસ્તિનાપુર પાછો ફર્યો. સન્તનુના સમય પછી લુપ્ત થયેલી કીર્તિને આમ પાંડુ દ્વારા પુનઃ પ્રકાશિત થયેલી જોઈને ભીષ્મની આંખે હર્ષાશ્રુઓ વડે ભીંજાઈ ગઈ. પછી સુંદર શસ્યાઓવાળા મહેલને છેડીને, પાંડુ કુન્તી અને માદ્રીની સાથે વનવાસી થયો. હિમાચલની દખણાદિ તળેટીઓના રમણીય વનમાં તેના શૌર્ય અને તેજને કારણે સૌ તેને દેવ ધારવા લાગ્યા. હસ્તિનાપુરથી ધૃતરાષ્ટ્ર ખેપિયાઓ મારફત તેને જોઇતી સામગ્રી પહોંચાડતો.
આ તરફ વિદુર પણ દેવકરાજની રૂપાળી પુત્રી પરણીને ગૃહસ્થ બન્યા હતા. અને પિતાના જેવા જ ગુણોવાળા અનેક પુત્રના પિતા પણ બન્યા હતા.
૧૦. કિંદમને શાપ !
હિમાલયનું આકર્ષણ ભારતવાસીઓને હિમાલય જેટલું જ જુનું છે. પાંડુને તે પર્વતભણી આકર્ષવા માટે તેનું પિતાનું પણ એક આગવું કારણ હતુઃ તે પાંડુરોગ લઈને જ અવતર્યો હતો. એ રેગ માટે પહાડોની સૂકી હવા અને બ્રહ્મચર્ય એ બે રામબાણ ઓસડ હતાં.
એટલે વિજયયાત્રા પૂરી કરીને સીધે પાંડુ પોતાની અને પત્નીઓને સાથે લઈ ઉત્તર દિશાની નેમ નંધીને ચાલી નીકળ્યા.
વ્યાસજી કહે છે કે હિમાલય પર્વતના રમણીય દક્ષિણ પ્રદેશના એક શાલવનમાં પાંડુએ નિવાસ કર્યો. ખન્ગ બાણ અને ધનુષ ધારણ કરતા તથા રંગીન ચીતરામણવાળું કવચ સજતા તે વીર અને પરમ અસ્ત્રવિદ્ર નરપતિ ને બે પત્ની સાથે ફરતે જોઈને વનવાસીઓ આ દેવ છે એમ માનતા. પાંડુ અને તેના રસાલા માટે જરૂરી ભોગ સામગ્રી સીધી હસ્તિનાપુરથી આવતી. ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી રાજના ખેપિયાએ પાંડને તેના ગિરિવન– વિહાર પર તે નિયમિત પહોંચતી કરતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com