________________
૩૨૦
પણ દુશાસન વિકર્ણ વિવિંશતિ અને દુસહ નામને દુર્યોધનના ચાર ભાઇએ અર્જુનના રથને વચ્ચેથી જ આંતરે છે, પણ થોડીક જ પળોમાં, અજુનની શરવર્ષાના પ્રથમ જ સ્પર્શે તેઓ પલાયન કરી જાય છે.
અજુન હવે દુર્યોધનની આખી સેના પર તૂટી પડે છે અને સૈનિકમાં નાસભાગ શરૂ થાય છે.
હવે ભીષ્મ ધસે છે. અને અજુન તેમની સામે ધસી જઈને વચ્ચેથી જ તેમનું સામૈયું કરે છે. જય-પરાજયનાં ત્રાજવાં થોડેક વખત તે દાદા અને પૌત્ર વચ્ચે સમતોલપણે ઝૂલી રહે છે. પણ પિતામહ આખરે અર્જુનના બાણો વડે વીંધાઈને મૂછિત થાય છે અને સારથિ એમના રથને રણભૂમિથી દૂર હંકારી જાય છે.
અને દુર્યોધનને હવે (કોણ જાણે શાથી !) લાગે છે કે બહાદુરી બતાવવાને આ સરસ મેકે છે. ભીષ્મ, દ્રોણ, કૃપ, અશ્વત્થામા અને કર્ણ પણ જેને હાથે પરાજિત થયા તેને હું-દુર્યોધન હરાવું તે દુનિયામાં મારા નામને કે વાગી જાય; એવી કંઈક કલ્પનારંગી એની ગણતરી હશે.
પણ થોડા જ વખતમાં કેટલી વીશે સે થાય છે તેની તેને ખબર પડે છે અને તે નાસવા માંડે છે.
અને બાણ કરતાં પણ વધારે તાતાં એવાં અર્જુનનાં મેણું તેને સાંભળવાં પડે છેઃ
विहाय कीर्ति विपुल यशश्च
युद्धात् परावृत्य पलायसे किम् ॥ કીર્તિ અને યશ –બંનેને ત્યાગ કરી યુદ્ધથી વિમુખ થઈને નાસી જાય છે શા માટે? જે જો; બરાબર જે; હું અજુન છું. યુધિષ્ઠિરના આદેશને હંમેશા માથે ચઢાવનાર હું મધ્યમ પાંડવ છું.”
મેણને માર્યો દુર્યોધન પાછો ફરે છે. કર્ણ અને ભીષ્મ પણ હવે પોતાના રાજા”ની સાથે થઈ જાય છે. દ્રોણ અને કૃપ પણ આવી પહોંચે છે. ધીમે ધીમે દુર્યોધનના નાનામોટા તમામ સેનાનીઓ તેની આસપાસ એકઠા થઈ જાય છે. આ હવે છેલ્લું યુદ્ધ છે એમ તેમને લાગે છે, અને એટલી જ મરણિયા વૃત્તિથી તેઓ સૌ ખૂઝે છે; પણ અર્જુન પણ હવે એટલે જ ઉગ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com