________________
૩૧
૧૦૪. મા મૈવીઃ
દુર્યોધનના સૈન્યના કર્ણ, કૃપ, દ્રોણ અને અશ્વત્થામા જેવા વરિષ્ટ યોદ્ધાઓને પરાજિત કર્યા પછી અર્જુનને હવે ભીષ્મને મુકાબલો કરવાનું મન થાય એ સ્વાભાવિક છે.
રથને ભીષ્મની સામે લેવાને ઉત્તરને એ આદેશ આપે છે; પણ ઉત્તર હવે અનેક બાણ વડે વીંધાયેલ છે. “મારામાં હવે અોને અંકુશમાં રાખવાની શકિત જ નથી.” એ કરગરે છે. “વળી આ વસા-રુધિર-મેદની ગંધથી હું અકળાઈ ઊઠો છું. મારું મન બેબાકળું–બહાવરું–બની ગયું છે. નિરન્તર ચાલતા આ તમારા ગાંડીવની ગર્જનાથી મારી તે “શ્રુતિ” અને “મૃતિ' બંને નષ્ટ થઈ ગયાં છે – મારા કાન અને મગજ બંને બહેર મારી ગયાં છે. તમે કયારે તમારા ભાથામાંથી બાણ કાઢે છે, જ્યારે તેમને ધનુષુ પર ચઢાવે છે, અને કયારે દર ખેંચીને એને શત્રુ સામે વીંઝે છે, – મને ખબર જ નથી પડતી. મને તો એમ લાગે છે, હવે, કે મારા પ્રાણ ઊંડા ઊતરી ગયા છે અને ધરતી ધ્રુજી રહી છે. અની લગામ પકડવા જેટલી શકિત પણ હવે મારા હાથમાં રહી નથી.”
દુધિયા દાંતવાળો છોકરે પહેલી જ વાર રણભૂમિ પર આવ્યો, અને પહેલા જ પ્રસંગે પિતાના જમાનાના અપ્રતિમ મહારથીઓ વચ્ચેને પ્રચંડ સંઘર્ષ જોવાને જ માત્ર નહિ, પણ તેના સક્રિય સાથી અને સાક્ષી બનવાને એને અવસર મળે. ઉત્તરના ઉપરના શબ્દો, આ દષ્ટિએ, આપણું હૃદયમાં એને માટે આદર ઊભો કરે એવા છે, – એની નિખાલસતા માટે. એ નિખાલસતાની પાછળ અલબત્ત એની અર્જુન-ભકિત જ છે. થોડીક ઘડીઓ પહેલાંને એ નવો નિશાળીઓ અજુન જેવા ગુરુને પામીને ઝપાટાબંધ રણ-કુશળતાની દીક્ષા લઈ રહ્યો છે. થોડા જ વખત પછી થનારા કુરુક્ષેત્રના યુદ્ધમાં ગુરુ પાસેથી શીખેલી આ બધી વિદ્યા-કળા એને ખપ લાગવાની છે.
અજુનની તેને એક જ શિખામણ છે: મા મેલીઃ ડર નહિ.” તૈમ મલ્મિનિમ્ “ જાત પર કાબૂ રાખ.” આત્મામાં જાગેલું ઘમસાણ શાંત કર. તું રાજપુત્ર છે. ક્ષત્રિય છે. લીધેલી જવાબદારી કૃતિપૂર્વક અદા કર.”
ઉત્તર માટે આટલે ઈશારે પૂરતો છે. રથને તે, અર્જુનની સૂચના પ્રમાણે, ભીમની દિશામાં દેડાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com