________________
૨૬૮
દ્રૌપદી : સંભળાવો ! અજુન નૃત્ય જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ઉર્વશીને હું એકીટશે નીરખી
રહ્યો, એટલે ઈન્દ્રને થયું કે મારું મન ઉર્વશી પર મેહ્યું છે. દ્રૌપદી : દીવા જેવું છે. ભીમ : દીવા જેવું નહિ, દેવી દવા નીચે અંધારું હોય એના જેવું છે; એમ કહો !
(હસાહસ) અર્જુન : પૂરું સાંભળી લો, તમે બને ! પછી તે જ રાતે મહારાજ
ઉર્વશીજીને મારા નિવાસસ્થાને મોકલ્યાં. રાતના બીજા પહોરે...એકલાં......
( પૂર્વ દશ્ય ) ઉવશી મહારાજ ઈન્દ્ર મને આપની પાસે મોકલાવી છે, પાર્થ. અનઃ મહારાજની મારા પર પરમ કૃપા છે, દેવી, અને આટલી મોડી
રાતે મહારાજના આદેશથી પણ અહીં સુધી આવવાને આપે પરિશ્રમ લીધે તે માટે આપને પણ આભાર ! આજ સાંજનું આપનું નૃત્ય ખરેખર અદ્ભુત હતું, દેવી ! મેં મારી આખી
જિંદગીમાં એવું નૃત્ય કદી જોયું ન હતું, કયું પણ ન હતું. ઉર્વશી એનો યશ તમને છે, ધનંજય ! આજનઃ નૃત્ય આપે કર્યું અને યશ મને? સમજે નહિ, દેવી ? ઉર્વશી એ નૃત્યની પાછળ આપની પ્રેરણા હતી, ધનંજય! સ્વર્ગમાં
અને સ્વર્ગ બહાર હજારો નરવીરને મેં જોયા છે, પણ આપના જેવો બનત્તમ’ મેં આજ સાંજે પહેલી જ વાર દીઠે.. અને... કઈ ચિરવાંછિત વસ્તુ મળતાં હદય આનંદથી ઉન્મત્ત બને, તેમ હું... હું વરસોથી નૃત્ય કરું છું, ધનંજય, પણ નૃત્ય એ શું
છે તેને સાક્ષાત્કાર મને આજે જ થયો.. આપના સાનિધ્યમાં... અજુન : આપ કંઈક અસ્વસ્થ લાગો છો, દેવી ! ઉવશી; મને સ્વસ્થ બનાવવાની શકિત આપનામાં જ છે, કુન્તીપુત્ર!
| ( સંવનન -નૃત્ય )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com