SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ અજુન એ સમારંભમાં એના દરબારની એકકેએક અપ્સરાએ નૃત્ય કરેલું. રંભા, મેનકા, ધૃતાચી, કામરૂપા, મૌકિતકમાલા, હેમ-સ્મિતા, તિલોત્તમા...... દ્રૌપદી : આખરે ઈચ્છા શું હતી, ઈન્દ્રની ? અજુનઃ જે હેય તે, દેવી, પણ સમારંભના આખાયે વખત દરમિયાન હું તમારા સૌના વિચારમાં ને વિચારમાં એ તે દુઃખમગ્ન અને આત્મવિશ્રુત હતો કે કણ કેવી હતી અને કાણે કેવું નૃત્ય કર્યું, મને કશુંય યાદ નથી. દ્રિૌપદી : એ બધાંનાં નામો સિવાય ! (હસાહસ) યુધિષ્ઠિર અપ્સરાઓનું સૌથી મોટું આકર્ષણ તેમનાં નામમાં જ હોય છે, દેવી ! (હસાહસ) દ્રૌપદી : હં...પછી શું થયું, ધનંજય? એટલી બધી દેવાંગનાઓ તમારી સામે નાચી, તમારું રુવુંયે ન ફરકયું...પછી ? અર્જુન : પછી ? પછી છેલે સ્વર્ગના શણગાર સમા ઉર્વશી મંચ પર આવ્યાં ! ભીમ : પેલા નરનારાયણ ઋષિએ સાથળમાંથી પ્રગટ કરીને ઇન્દ્રને ભેટ લેખે આપી હતી એ ? યુધિષ્ઠિર ભીમ પુરાણોની કથાઓથી આટલો બધે પરિચિત છે....એ આજે જ જાયું. દ્રૌપદી : સુંદર સ્ત્રીઓની વાતમાં સૌને રસ હય, આર્યપુત્ર ! હં...ઉર્વશી રંગમંચ પર આવ્યાં...પછી? અર્જુન : એ મંચ પર આવ્યાં તેની સાથે જ મારી આંખો આપમેળે એમના પર જડાઈ ગઈ, દેવી ! દ્રૌપદી : તમે સૌરાષ્ટ્ર ગયા હતા, અને શ્રીકૃષ્ણ ગિરનાર પર તમારા માનમાં એક સમારોહ ગોઠવ્યા હતા. તે વખતે કૃષ્ણની બહેન સુભદ્રા પર તમારી આંખો આપોઆપ મંડાઈ ગઈ હતી, તેમ જ ને ? અજુન: એક વાર પૂરું સાંભળી લે દેવી, પછી નિર્ણય કરજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy