________________
૨૨૮
વથાર્થ કપના કદાચ મને પણ ન આવત. તેને અને તમને સૌને અભિનંદન આપવા, તેથી તો હું જાતે જ આવ્યો છું;- અભિનંદન અને આશીષ બને આપવા. દુષ્ટોને હાથે અન્યાયી રીતે છિનવાઈ ગયેલી તમારી રાજલક્ષ્મી થોડા વખતમાં જ તમને પાછી મળશે–શતગણું બનીને.”
૭૦. અજગરની આપવીતી
“બ્રાહ્મણ કેણુ?”
સત્ય, દાન, શીલ, અક્રૂરતા અને તપ એ છ ગુણે જેનામાં હેય તે.” “એવા ગુણે શૂદ્રોમાં હોય તો?”
તો તે શક શક નહિ, પણ બ્રાહ્મણ ” “અને એવા ગુણ બ્રાહ્મણમાં ન હોય તે ?” તો તે બ્રાહ્મણ બ્રાહ્મણ નહિ, પણ શૂદ્ર.”
ત્યારે તો એમ જ માનવુંને કે ગુણોને પરિચય થાય ત્યારે જ જાતિ કઈ છે તેની ખબર પડે?”
એમ જ! હકીકતમાં બધે જ આધાર ચારિત્ર્ય ઉપર છે. જન્મ ઉપર કશું જ નથી”
યુધિષ્ઠિર અને અજગર વચ્ચેના સંવાદમાંના આ પ્રશ્નોત્તર છે. અજગરે ભીમને ઝડપ્યા છે. મારા સવાલને સાચો જવાબ આપનાર જડે, ત્યારે જ મારી મુક્તિ થાય એવું તે અજગરનું માનવું છે. પણ હવે આપણે કથાના પ્રવાહ સાથે વહેવાનું શરૂ કરીએ.
પાંડવ કુલ ચાર વરસ હિમાલય ઉપર રહ્યા. હિમાલયના ભિન્ન ભિન્ન શિખરપ્રદેશો પર તેઓ ફરતા હતા. કુબેરની અને તેમની વચ્ચે પણ સારી
એવી મિત્રી બંધાઈ ગઈ હતી. આમ તે તેઓ મૃગયા-પ્રધાન એટલે કે શિકાર ઉપર જીવનારા હતા; છતાં તેમની આજીવિકાનો બોજો, આ ચાર વરસના ગાળા દરમિયાન, થોડોઘણો નહિ પણ ઘણેખરે, કુબેર જ ઉઠાવતા હતા. કુબેરના તેઓ મહેમાન હતા.
હિમાલય ઉપર આવતાં પહેલાંનાં છ વરસો અને હિમાલય ઉપરનાં આ ચાર વરસે મળીને વનવાસનાં દસ વરસે હવે વીતી ચૂક્યાં હતાં. હવે ફકત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com