________________
૧૯ર
સુધી તેમને વનમાં વસવું પડયું. આ તેમને ખીજો વનવાસ. દ્રૌપદી-સ્વયંવરમાં તેએ આ વનવાસ દરમિયાન જ ગયેલા; અને તે પણ બ્રાહ્મણાના વેષમાં !
આ પછી દ્રુપદ જેવા સસરા અને કૃષ્ણ જેવા મિત્ર અને સાથી પાંડવેાના પક્ષમાં છે એવું જાણીને ડઘાયેલા ધૃતરાષ્ટ્રે તેમને પાંડુના પુત્રા તરીકે તેમના રાજ્યહક આપવાની તૈયારી બતાવી. પણુ હસ્તિનાપુરને બદલે નજિકમાં જ આવેલ ખાંડવવનની પાસે એક નવું નગર વસાવીને ત્યાં રહેવાની તેણે સલાહ આપી. આ રીતે પાંડવાએ ખાંડવ-પ્રસ્થ અથવા ઇન્દ્રપ્રસ્થ વસાવ્યું. આ ઇન્દ્રપ્રસ્થમાં તેએ દ્રૌપદીની સાથે નારદજીની ગાઠવણુ અનુસાર રહેતા હતા અને એ ગાઠવણના એક પરિણામ લેખે જ અર્જુનને બાર વરસના વનવાસે જવું પડયું હતું, અર્જુનના જીવનમાં આ ત્રીજો વનવાસ હતા.
આ વનવાસના છેવટના ભાગમાં અર્જુન શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાને પરણ્યા. કૃષ્ણ-અર્જુનની મૈત્રી વધુ ગાઢ બની. કૃષ્ણે ચેડા વખત ઇન્દ્રપ્રસ્થ આવીને રહ્યા. આ ગાળામાં જ ખાંડવવનને બાળવામાં આવ્યું, જેમાંથી મય હાથ લાગ્યા. આ મયે માયાવી સભાનું નિર્માણ કર્યું, જેમાં રાજસૂય યજ્ઞ થયા, જે યજ્ઞ દમિયાન અને પછી દુર્યોધનનેા પાંડવ-દ્વેષ ખૂબ વધ્યા. આને પરિણામે એણે અને એના મામા શકુનિએ પાંડવાને સર્વનાશ કરવાની એક અમેાધ યુકિત લેખે વ્રત-જુગારની બાજી ગાઢવી. ધૃતરાષ્ટ્ર જાળ બિછાવી અને ભાળે યુધિષ્ઠિર તેમાં પકડાયા. પરિણામે બાર વરસ વનવાસ અને તેરમે વરસે અજ્ઞાતવાસ લઈને પાંડવે પાછા વન ભણી ચાઢ્યા. આ તેમના ત્રીજો વનવાસ. ( અર્જુનને તા ચાથા ! )
વ્યાસજી લખે છે કે પાંડવે અને દ્રૌપદી હસ્તિનાપુરના વર્ધમાનપુરદરવાજામાંથી બહાર નીકળીને ઉત્તર તરફ ચાલવા માંડયા. તેમના હાથમાં શસ્ત્રો હતાં. ઈન્દ્રસેન આદિ ચૌદ નેકરા તેમની પાછળ પાછળ ચાલતા હતા. તેમની સાથે રથમાં બેઠેલુ નારીવૃન્દ હતું.
શસ્ત્રો સિવાય ખીજી કાઈ સ`પત્તિ તેમની પાસે ન હતી.
*
તેમની આ દશા જોઇને હસ્તિનાપુરવાસીઓનાં હૃદયા હલમલી ઊઠયાં. રાષ અને વિષાદ સાથે તેએ એકમેકને કહેવા લાગ્યા “ શકુનિ અને દુર્યોધનનું જ જ્યાં ચલણુ છે એવા આ રાજ્યમાં કાઈની પણ સલામતી નથી. ચાલે! આપણે હસ્તિનાપુરનેા ત્યાગ કરીએ અને પાંડવાની પાછળ જએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com