________________
હિંડી (ઈ.સ. ની ૫ મી સદ)માં, દિગમ્બર અમિગતિના “ધર્મપરીક્ષા ગ્રંથ (ઇ.સ. ૧૦૧૭)માં, આચાર્ય હેમચન્દ્રના “સ્થવિરાવલિ ચરિત' (૧૨ મી સદી)માં અને બીજા અનેક જન ગ્રંથોમાં આવે છે. આ કથાનાં બૌદ્ધ રૂપાંતરો “અવદાનો 'નાં ચિનાઈ અનુવાદ ઉપરથી મળ્યાં છે. એના ઉપરથી આ કથાએ બૌદ્ધ-ખ્રિસ્તી કથાગ્રંથ ' બારલામ અને આસફ (Bardaan & Joasaph) તથા વિશ્વવિખ્યાત પ્રાણિકથાગ્રંથ કલિલગ વ દમનગર(પંચતંત્ર' ના પડેલવો, ફારસી, સીરિયન અનુવાદનું નામ) દ્વારા રસ્તે કર્યો હશે. યુરોપની લગભગ બધી ભાષાઓમાં આ ગ્રંથના પડેલી, અરબી કે સીરિયન અનુવાદોના અનુવાદો થયા. પી. કુકર્ટ P. Ruckert) નામના જર્મને આ વિશે જર્મનમાં કવિતા લખી છે. જર્મનીમાં એકેએક બાળક પણ આ કાવ્ય દ્વારા ઉપરની કથાને જાણે છે. આમ દુનિયાની ઘણીખરી માનવપ્ર જાઓમાં ફરેલી આ કથાએ બ્રાહ્મ, બૌદ્ધો અને જેનોની જેમ જ સમાન રીતે મુસ્લિમો, યાહુદીઓ અને ખ્રિસ્તીઓનું ઊર્ધ્વીકરણ કરવામાં પિોતાની સેવા આપેલી છે.
વળી બારલામ અને આસફ”ની કથા તો ખ્રિસ્તીઓને એટલી પ્રિય લાગી અને આ બન્ને સંતે એમને એટલા આપ્ત થઈ પડ્યા કે તેઓ ખરેખર થઈ ગયા છે તેમ જ મનાવા માંડયું. છેવટે રેમન કેથલિક ચર્ચે તે ખ્રિસ્તી સંતની નામાવલીમાં એમનું નામ પણ સામેલ કરી દીધું ! (In the catalogus Sanctrorm of Peter de Natalibus 1370). વસ્તુત: “જેઆસફ” તે બીજા કોઈ નહિ પણ બુહના પૂર્વાવતારમાં કથાયેલ
બાધિસત્વ” છે. અરબી, સીરિયન અને પહેલવી લિપિઓમાં “જ' અને બે સમાન વંચાતા હોવાથી, બધિસત્વે ધીરે ધીરે આસફ થઇને સત્તાવાર ખ્રિસ્તી સંત તરીકે સ્થાન પામ્યા છે !'
9 Some Problems of Indian Literature by Dr. Winternitz, pp. 28 to 30, & pp. 65 to 67. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com