SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર धर्म हि यो वर्धयते स पण्डितो વ ધર્મવત્તિ સ યુતિ | જેઓ એમ જાણે છે કે દેહ પડવાથી મૃત્યુ નથી, અને પુરુષોથી પાલન કરાયેલા માર્ગે જનારને વિનાશ થતું નથી, અને જે ધર્મની વૃદ્ધિ કરે છે તે પંડિત છે, પણ ધર્મથી પતન પામનાર મેહ પામે છે. વ્યાસ મુનિ પુત્ર શુકદેવને ઉપદેશ આપે છે તે સ્પષ્ટ બતાવે છે કે આગળ એમણે બતાવેલી બીક તે મહાધીન ભોગીને માટે છે. (જુઓ પૃ. ૬. શાંતિ ૩૨૧/૭૪) ઉદ્યોગપર્વમાં વિદુરનીતિના અનુસંધાનમાં સનસુજાત જતરાષ્ટ્રને ઉપદેશ કરતાં મૃત્યુ બાબત એ મતનો ઉલ્લેખ કરે છે. “(૧) (બ્રહ્મચર્યાદિ કર્મ વડે) મૃત્યુ દૂર કરાય છે, (એટલે કે મૃત્યુ છે ખરું) અને (૨) મૃત્યુ છે જ નહિ.” (ઉદ્યોગ ૪૨-૩) પણ સનસુજાત પિતે કહે છે કે “પ્રમાદ એ મૃત્યુ છે અને અપ્રમાદ એ અમૃતત્વ છે.” 'प्रमादं वै मृत्युमहं ब्रवीमि, तथाप्रमादममृतत्वं ब्रवीमि ॥ આગળ ચાલતાં “અસુરો પ્રમાદથીજ પરાભવ (મૃત્યુ) પામ્યા અને અપ્રમાદથી એ બ્રહ્મભૂત થાય છે. મૃત્યુ કંઇ વ્યાઘની જેમ પ્રાણીઓને ખાઈ જતું નથી, કેમકે એનું રૂપ જોવામાં આવતું નથી.” प्रमादाद्वै असुराः पराभवन्नप्रमादाद् ब्रह्मभूता भवन्ति । नैव मृत्युाघ्र इवात्ति जंतून ह्यस्य रूपमुपलभ्यते हि ।। उद्योग. ४२।५ ૩. બૌદ્ધ ધમ્મપર' ની સમાન અર્થની ગાથા अप्पमादो अमतपदं पमादो मच्चुनो पदं । vમત્તા જ મીત્તિ જે પત્તા યથા મા | અપમાદવ ૨૧/૧ અપ્રમાદ એ અમૃતને માગ છે, પ્રમાદ એ મૃત્યુને માર્ગ છે. અપ્રમત્તો [૫ ] મરતા નથી અને પ્રમત્તો મરલા સમાન છે. ૪. સરખાવો શાંતિ. ૧૫/૧૩, ૧૮, ૧૯; ૩૨૧/૨; ૨૭૭/૧ળી, અને ૧. અ. ૧૩/૨૨, જ્યાં મૃત્યુ વિશે આથી ઊલટા પ્રકારને, ભયપ્રદ વિચાર દશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034939
Book TitleMahabharat ane Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorUpendrarai Jaychand Sandesara
PublisherBhogilal Jaychand Sandesara
Publication Year1953
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy