________________
મધુમક્ષિકા.
લેવાતા વિચાર તેને આવી શકશે નહિ. મારા એક દાસ્ત જ્યારે કાંઇ જરૂરના તુમાર ઉપર શહી કરાવવા તેના ઉપરી પાસે જતા ત્યારે લોકાપયાગી વાત કાઢી તેનું મન આડે રસ્તે વાળતે; એથી તે આ માણસના તુમાર ઉપર બરાબર ચિત્ત આપી શકતે નહિ અને તરત પીછું ફેરવી આપતે.
ev
( ૩ ) એજ પ્રમાણે વળી, કોઇ માણસ મ્હાર જવાની અથવા ખીજા કામમાં પડવાની ઉતાવળમાં હોય એ વખતે સવાલ નાંખવાથી પણુ, તે માણસ ભાગ્યેજ આપણી માગણી નામન્નુર કરવા પામે છે.
( ૪ ) કાઇ દરખાસ્ત ખીજો કોઇ માણસ આપણી વિરૂદ્ધ સાબીતી પુરાવા સહિત લાવશે એમ ડરી, તેને તમારે તેાડી પાડવા વિચાર ય તે તે દરખાસ્ત તમને પસંદ છે એમ બતાવવું; અને પછી અંતે તમારી જાતેજ એવા રૂપમાં મૂકી કે જેથી તે નામન્નુર થાય.
( ૫ ) કાઇ માણુસની જીજ્ઞાસા ઉશ્કેરવી હોય તે, ખેાલવું શરૂ કર્યા પછી એકાએક અટકવું.
( ૬ ) કાઇ એવી વાત કહેવાની હાય કે જેમાં આપણું નામ ઉધાડું પાડવામાં નુકસાન હોય, તે તે વાતનું જોખમ જન-સમાજ ઉપર મૂવું. જેમકે લોકો કહે છે કે—;એવી વાત ચાલે છે કે—;હમણાં એક એવી ગપ્પ પસરી છે કે—;વિ. વિ.
( ૭ ) કાગળ લખતાં જે વાત ધણી જરૂરની હોય તે કાગળને અંતે તા. ક્ર:–એમ કરીને લખવી. આથી વાંચનારનું ખાસ ધ્યાન તે ઉપર ખેંચાય છે.
( ૮ ) કેટલાએક માણુસ કાંઇ કામ માટે મળવા આવે છે ત્યારે, જે વાત કરવા ખાસ તે આવ્યા હાય છે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com