________________
તે એ છે કે, દરેક મંડળ પિતાને વહીવટ પોતે ચલાવી શકે અને આ પ્રમાણે આખે જન-સમાજ સારી સ્થિતિમાં રહે. જ્ઞાતિ-પદ્ધતિને આ ઉચ્ચ હેતુ વિસારી મુકી, જ્ઞાતિમાં વર્ગ અને વર્ગમાં ઉપવર્ગ, વળી ઉપવર્ગમાં તડ એમ કેટલા બધા કકડા પડેલા જોવામાં આવે છે ? જેમ જ્ઞાતિ નાની તેમ એકલપેટાપણું વધારે,–તેમ વિચાર વધારે ટુંકા અને સાંકડાં-તેમ સારી કન્યા કે સારા વર મેળવવાની મુશ્કેલાઈ વધારે. જ્ઞાતિના આમ બારીક કકડા પડવા ઉપરાંત વળી તેમના રીવાજો અસહ્ય બે જા રૂપ થઈ પડયા છે. લન, મરણ, શ્રીમંત, ઉપવીત વિગેરે સમયના રીવાજે એવા સખત છે કે દરેક માણસ ન છુટકે ઉપાડવા છતાં મનમાં બબડે છે અને આખરે – તે ભારથી ચગદાઈ મુઆ પછી–ખરાબખસ્ત થઈ ગયા પછી–એ મૂખ રીવાજને આંખો મીંચી તાબે થવા માટે પિતાને ઠપકો આપે છે અને દિલગીરી, પશ્ચ:તાપ, શેક, દુ:ખ તથા પરતંત્રતાધારા ધીમે ધીમે કાષ્ટની સબત કરવા જાય છે. સરકારના કાયદા જેટલા હિંદુઓને ભારે પડતા નથી તેથી વધારે જ્ઞાતિના રીવાજ ભારે પડે છે. રાજ્યકિય બાબતોની છુટ ગમે તેટલી હોવા છતાં તેને લાભ બુદ્ધિ પ્રમાણે જ લેવાશે. અને બુદ્ધિ જ્યારે સાંસારિક છૂટ અને સુખ વધશે ત્યારે જ ખીલશે. માટે એ પ્રથમ રસ્તે ઉધાડનારને દેશને ખરો ભકત અને પરમ પુરૂષ કહેવું જોઈએ.
જુદી જુદી કોમના હિંદુ તથા પારસી, યુરોપીયન વિગેરે વર્ગનાં જુદી જુદી સ્થિતિનાં સ્ત્રી પુરૂષને આ પત્રમાળાનાં પાત્ર-જન બનાવી, તેમની દ્વારા ઉપર કહેલા વિષે અને તે ઉપરાંત જુદી જુદી સ્થિતિનાં સ્ત્રી-પુરૂષનાં કર્તવ્યનો બોધ કરેલ છે.
યુવા . Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com