________________
મધુમક્ષિકા.
ઉપયોગી થવા માટે પ્રયત્ન એ સર્વ ઘરની શક્તિ અને કોમળ હાય (સ્ત્રીઓનાં જ કામ) ઉપર આધાર રાખે છે. આપણે જાણીએ છીએ કે જ્ઞાતિ તેમજ દેશની આબાદી અમુક સારા કેળવાયલા ( શબ્દના ખરા અર્થમાં) બહાદુર નર ઉપર છે; એવા નર નીકળવાને આધાર તેમને નાનપણમાં મળેલા શિક્ષણ ઉપર છે. અને તે શિક્ષણનો આધાર તેમની મા વિગેરે સ્ત્રી-વર્ગ ઉપર છે.—–આ સર્વ જતાં બાળક, યુવાન, કુટુંબ અને દેશની આબાદી માટે સ્ત્રીઓની ઉન્નતિ થવાની ખાસ જરૂર છે. તેમને પોતાના સ્વતંત્ર વિચાર કરવાની અને તે ઘરમાં જણાવવાની માનસિક કસરત મળવી જોઈએ. ઘરકામ તે તેમની ઍકદર ફરજને એક પેટાભાગ ગણું, બીજી ફરજોથી વાકેફ કરવી જોઇએ. તેમનાં મન મેટાં, વિચાર ઉચ્ચતર, સ્વભાવ સહૃદય, અને જ્ઞાન સંસાર અને ધર્મ અને સંબંધી હેવું જોઈએ. આ સર્વ કાંઈ એક બે દિવસની રમત નથી. વખતનું કામ વખતજ કરેછે. તે ગુણ મેળવવા અમુક વરસ સુધી પ્રયત્ન જરૂ જ જેઈએ. અને એ ગુણ મેળવ્યા સિવાય કોઈ કન્યાને જો, અને કોઈ સ્ત્રીને માતા બનવાને બીલકુલ હકકજ નથી.
તરતાં આવડતું હશે એવો માણસ પણ પથ્થરની શિલા લઈ નદીમાં પડશે તો પથ્થર તેને પિતાની સાથે નદીતળનાં દર્શન કરાવશેજ. અને તસ્વાની કળાથી તદન અજા માણસ પણ જે તુંબડું બાંધી પડશે તે તેને તે તુંબડું પોતાની સાથે પાણી ઉપર અદ્ધર રમાડશે. પથ્થર જેવી કઠણ હદયવાળી, અને જેની પાસે આવનારના પગ ભાગવા શિવાય બીજું કાંઈ ફળ મળી શકે નહિ, એવા સ્વભાવની સ્ત્રી ગમે તે માળ, સહૃદય તેમજ ચપળ માણસને પણ પિતાની તુલ્ય કરી નાંખશેજ. અને તુંબડા જેવી હલકી, ઉપર ભાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com