________________
૭૪
મધુમક્ષિકા.
પાળવી પડે છે; પણ સ્ર એને ભલા ભુંડા પણ પતિની ઇચ્છા કે આના એજ ધર્મ; આવા ખેાધ શાસ્ર-કર્તાએ કર્યા, તે કાં માત્ર વિધ્યનુરૂપ (formal) લગ્નના સંબંધ માં પાળવા માટે નહિ. પણ ઉપર કહ્યા પ્રમાણે મન વચન અને કર્મના ત્રિકથી જે લગ્ન થાય તેનેજ માટે છે. હવે એવા ત્રિકથી કેટલાં લગ્ન થાય છે તે જોઇએ. ખાનદાનીથી મેાહનારા કાકા, ભૂખે મરતા કે આય વિનાના કમઅક્કલના બાળકને પોતાની યુવાન કન્યા આપે છે. એવા દાખલા કાંઇ થેાડા નથી. પાછળથી પતિની અજ્ઞાનતા, મૂર્ખામી તથા દુર્બળતા સાથે, બીજા રસથી દુષ્ટ ઇરાદો પાર પાડવા ઇચ્છનારને ભભકા સરખામણીમાં આવવાથી, કે પાઇ પાઇની તગીએ મરતા કુંટુબમાં પોતાને પડતી કૃત્રિમ અને ઘણી વાર તે ખરી તંગીએ પૂરી પાડવાની ઇચ્છાથી, તે યુવાન કન્યાએ ધીમે ધીમે અનીતિ શીખેછે. એ કન્યાઓના વડીલેએ એ તેને આ દુ:ખમાં નાંખ્યા અગાઉ, ઉચ્ચ વિચારે અને નીતિ શીખવી હોત તે પણ તે બિચારીએ તે સહન કરવા સમર્થ થઇ શકત; અને આમ અવળાં કાંડાં મારવાને બદલે કરમે લખેલા પતિને ધીમે ધીમે દરેક રીતે ઠેકાણે લાવવાની જરૂરીઆત જોઇ તેમ .કરત.
એથી આગળ ચાલતાં ધમધાકાર ચાલતા કન્યા વિક્રયના વેપાર પણ એમજ બતાવે છે કે સ્ત્રી કે કન્યા પથરાથી વિશેષ નથી. મરણ પથારીએ પડેલા ધનાઢય ડાસા યુવાન આળાના હસ્તમેળાપની આશા રાખી શકે છે. હલકી કામના લોકા પરદેશ જઇ કન્યાને શણગારી દક્ષિણા સાટે ચ જ્ઞાતિમાં વેચે છે. ( કોઈ વખતે તે। આ કન્યા-વિક્રયના સ્વાદ ચાખનારાઓ છેકરાને સ્ત્રીને સ્વાંગ પહેરાવી પરગામ જઇ પરણાવી નાશી આવે છે. પછી ગરીબ
બિચારેય વરરાજા લાકમાં હાસ્યના ડરથી પુલ્લિંગ-પત્નિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com