________________
પત્ર ૮ મો –નર્મદ તરફથી ગુલાબરાયને. ૭૩
* . . . . . . --~-~- - * -~~~
~
~-~~-~- -
~
-~
અને દાબ છતાં બતાવાતી માન અને સ્નેહની કોમળ લાગણીઓઃ એ અસલના ડાઘા આર્યોની, સ્ત્રી તરફ વર્તન ચલાવવાની નીતિ હતી. અને એ નીતિ અંગ્રેજી ઉદધત નીતિ કરતાં કેટલી શ્રેષ્ટતા ભોગવે છે તે, અંગ્રેજોમાં ચાલતા અંધેર જાણનારાને કહેવું પડે તેમ નથી. પણ એ અસલનું શ્રેટ” ઘટી ઘટીને હવે “સારું” તો શું, પણ “ સાધારણ” પણ ક્યાં રહ્યું છે? અગાઉ માફક સ્ત્રીઓમાં વેદનું, ધરકારભારનું અને માન સાચવવાનું જ્ઞાન, પુરૂષ-વર્ગની ભૂલથી તદનજ નાશ પામીને, હવે જે સ્થિતિ થઈ છે તે જોતાં કમકમી અને શેક મિશ્રિત હાસ્ય થયા વિના રહેતું નથી.જોશીલોકો જન્મોત્રીમાં અને સાહિત્યકારે સાહિત્યમાં સ્ત્રી-રત્ન, કન્યા-રત્ન એમ લખે છે; ત્યારે બીજી તરફથી આપણે હિન્દુ ભાઈઓ તેમને બરાબર પથ્થર સમ ગણે છે. (અને રત્ન પણ રસાયણિક નજરે જોતાં પથ્થર છે કે બીજું કાંઈ!) એ પ્રતિપાદન (assertion) ના પુરા કયાં આધા છે. પહેલાં જુઓ કે સમજુ અને ધનાઢય લોકો કન્યાને કેળવવા કે ભવિષ્યના સુખનાં સાધન આપવા કાંઈ દરકાર રાખતા નથી. અને પછી જેમ પથ્થર ફેંકી દઈએ તેમ
અયોગ્ય વરના હાથમાં તેને ફેંકી દે છે. ત્યાં પણ ઘણીક વા રે તે તેને સાસરી પથ્થર તુલ્ય જ ગણે છે–પથ્થર જેટલું જ માન આપે છે.ચઢનાર્થ સ્તુપુષ્યન્ત રસ્તે તત્ર તા: એ મન-વાક્ય ભૂલી જઈ, તેથી તદન ઉલટું જ આચરણ ચલાવે છે. મન, વચન અને કર્મ એ ત્રણ વડે થયેલાં લગ્નના સંબંધમાં શાસ્ત્ર વચન છે કે, પતિની ઇરછા એજ પત્નિ ની વર્તણુક; અને પતિ ગમે તેવો હોય તો પણ તેની ઇચ્છાને આધિન થવું એજ એનો ધર્મ છે. પતિને હજાર દેવ દેવીની સેવા કરવી પડે છે અને હજાર પ્રકારની નીતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com