________________
પત્ર ૮ મે.—નર્મદ તરથી ગુલાબરાયને. ૭૧
સામટુ સાટું વાળવું જોઇએ. મને જણાવતાં આનંદ થાય છે કે, તમારા નવા મિત્ર કેશવ મારા જુના મિત્ર છે. અમે ધૃણા વખત સુધી તે ભેગા રહેલા છીએ. એને સ્વભાવ તમારા જેવેાજ છે. તમારા અનુભવ એનામાં નથી એટલું કાચુ છે. તમારી માફક એમણે પણ પુખ્તઉમરે પસંદગીથી લગ્ન (choicemarriage) કરવાના નિશ્ચય કર્યા હતા. અને તે પ્રમાણે હમણાં થેડુ થયાં તે ખરડાયા છે ! મારા સાંભળવા પ્રમાણે તે પોતાની પસદગીમાં છેતરાયા નથી.
આપણા મિત્ર કેશવના નવા વિવાહની વાત યાદ આવવાથી અને હમણાં વેદનાં પુસ્તકો વાંચવામાં ગુંથાયલે હાવાથી એ જમાના વારંવાર નજર આગળ ખડા થવાથી, આ કાગળમાં કાંઈ કાંઇ વિચારા ચિતરાઇ ગયા છે.
હૈ વિશ્વાવસુ દેવ, આ સ્થાનેથી ઉઠા—જેનું શરીર સુવિકાસ પામ્યું. હાય એવી કુમારિકા પાસે જાઓ. તેને પત્નિ ધર્મમાં લાવેા. અને તેને તેના સ્વામી સાથે મેળવે.” એ રૂગ્વેદના શ્લેાક સાક્ષી પૂરે છે કે વૈદિક કાળમાં પુખ્ત ઉમરેજ કન્યાને પરણાવતાં. પુખ્ત ઉમરે કન્યાને પરણાવતાં એટલુંજ નહિ પણ કન્યાની શેાધમાં માણુસે કરતાં અને તે માણુસે ઉમર, ગુણુ અને રૂપમાં યાગ્ય કન્યા જોઈ, વર તેમજ કન્યાની લગ્ન માટે અનુમતિ લેતાં. કન્યાની અનુમતિ સિવાય કાંઈ થતુજ નહિ. “ જે રસ્તેથી આપણા મિત્રા લગ્ન માટે કુમારિકાની શોધમાં જાય છે તે સરળ અને નિષ્કંટક થાએ.........હું દેવે ! પતિ-પત્નિ સુ-યુક્ત થાઓ !” એ લોટ બતાવી આપે છે કે પતિ-પત્નિના યાગ્ય જોડકાં માટે ખનતી મહેનત અને સાવચેતી લેવામાં તેઓ કસુર કરતા નહિ. કેટલીક કન્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com