________________
મધુમક્ષિકા.
mom
જથી જાહેરમાં, પુનર્લનને બોધજ નહિ કરું. ” ( તેમ કર્યા વિના કન્યા ક્યાં રસ્તામાં પડી હોય ?) આવા દાખલા બીજા નથી એમ નથી. એને એ નર્મદ પ્રથમ શું બંધ કરતે અને પાછળથી તેના વિચાર કેવા કરી ગયા હતા ? ભાષા, સત્તા કે જરના વેગમાં લોકોને તાણવાની શક્તિ વાળા, ઠંડા પેટે અને સૌ સાથે મળી વિચાર કરી એકમત થયા પછી પિતાના વિચાર અમલમાં મૂકવા તથા પિતાની ઉગ્ર શકિત અજમાવવા તૈયાર થતા હોય તે કેવું સારું ? આ તો ઈંગ્લાંડના એક ગ્રંથકારના કહેવા જેવું થાય છે. તે કહે છે કે, “ મારા પક્ષમાં છ માણસ મારા જેવા આપો તે પછી દુનીઆની આસપાસ સૂર્ય ફરે છે, અને પ્રકાશ કે ગરમી એકકેનું કારણ સૂર્ય નથી, એવો મત સર્વત્ર પ્રસરાવવામાં મને કાંઈ મુશ્કેલી નથી ! ”
અત્રે અમી તથા હું સર્વ ખુશીમાં છીએ અને તમારા તથા સર્વ કુટુંબના કુશળક્ષેમ સમાચાર સાંભળવા ઈછીએ છીએ.
સેવક તમારો.
G. Todd.
પત્ર ૮ મે.
---૦:- નર્મદ તરફથી ગુલાબરાય ઉપર.
અમદાવાદ.
તા. + – + = + દીલેજાન દોસ્ત,
હું આજ ઘણા દિવસે કાગળ લખવા બેઠેછું, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com