________________
૧૩૪
મધુમક્ષિકા.
નહિ કરતાં, એ માણસ પોતાની લાગણીને પોતાના વશ રાખી શકતા નથી એ માટે તેના ઉપર દયા ભાવ રાખવો. સામાની ચૂપકીથી એ માણસ શરમાઈ જવા સંભવ છે.
ગમે તેવા ધરેબા વાળા માણસ સાથે પણ શબ્દ, ચાળા, અથવા વર્તનની હદ ઉપરાંત છૂટ લેવી નહિ. કારણ કે એથી થોડા વખતમાં આપણું સધળા સારા ગુણ ટંકાઇ જાય છે, ને છેવટે આપણી તરફ અણગમે, તેમાંથી તિરસ્કાર અને આખરે દુશ્મનાવટ થાય છે. માટે ઘણા જરૂરના આદરપચારી (formal) નિયમોને હશી કાઢવા નહિ.
વધારે શું લખું ? ધર્મ-કૃત્ય કરતાં રહેવું–નવરાશના વખતને સારો ઉપયોગ કરવો ( કારણ કે પડતર જમીનમાં કાંટ: ઉગે છે)–સગાં સંબંધી તરફ હેત રાખવું-વડીલ વર્ગને માન આપવું–તારાં દૂર વસતાં માબાપને વિયોગ સ્વભાવે સહન કરવો–અને તેમની પાસે હતે ત્યારે જેવી સંતોષકારક વર્તણુક રાખતો એવી જ સદા રખવી–તેમને સદા તારી પાસે જ કલ્પી લેવા અને તેમના શ્રેમ અને તારા માટે કરેલી મહેનતને બદલે નમ્રતા, તાબેદારી અને કર્તવ્ય કરી બતાવીને વાળવા યત્ન કર્યો કેર. ઈશ્વર તારા માયાળુ અને કોમળ હૃદયમાં ન્યાય, નીતિ, વિવેક અને પવિત્ર ઉચ્ચ પ્રેમ તથા વિચારો ભરે અને તને સદા કુશળ રાખો.
તારે નેહાળ પિતા
ગુલાબરાય, તા ક–તારી હાલની ફરજે શી છે તે જાણતો હોય તેટલી આ પત્રના જવાબમાં લખી જણવીશ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com