________________
પત ૧૭ મે–ગુલાબરાય તરફથી ચંદ્રકાતને.૧૩૩
વાતચીતમાં કદી ઘાંટાઘાંટ કરવી નહિ; પણ ન્યાયપૂર્વક ઠંડે પેટે વાત કરવી. કાંઈ બોલ્યા પહેલાં વિચાર કએ. સહેજ સહેજ બોલેલા શબ્દો ઘણી વખત મોટા માંભારત થઈ પડે છે. શબ્દમાં ઝેર તેમજ શબ્દમાં મહેરનાં બી રોપી શકાય છે, માટે પાછળથી પસ્તાવું ન પડે તેમ બેલવું.
કેટલાએક રસાયણ વિધામાં, કેટલાએક ખેતીવાડીમાં, કેલાએક શાસ્ત્રમાં, કેટલાએક દુનિયાદારીમાં પ્રવિણ હોય છે. બોલનાર માણસની ચતુરાઈ સમજી તે શિખવા યત્ન કરવો. તે વિષે તે વાતો કર્યા જ જાય તેવી યુક્તિ કરવી અને તેને માંથી સાર ગ્રહણ કરવો. ઉપયોગી વાત લખી પણ લેવી. એક વિદ્વાન લખે છેઃ “કોઈ વખત અને કોઈ સ્થિતિમાં હું એવા એક્કે માણસ સાથે વાત કરવા ઉભો રહ્યા નથી કે જેની પાસેથી મને નવું જ્ઞાન મળ્યું ન હોય” હલકા માણસની સાથે ભેગmગે વાત કરવાનું અની આવ્યું હોય તો તેની ભૂલોથી થતાં નુકશાન જોઈ એથી ચેતતા રહેવાની ટેવ પડે છે.
આપણી જાતનાં વખાણ કોઈ પાસે કરવાં નહિ. માણસ જાત ઘણું કરીને બીજાનાં ગુણ કે જ્ઞાનની અદેખાઈ કરે છે. ત્યારે પછી કોઈ પોતાનાં વખાણ પોતે કરે તેને તિરસ્કાર મળે તેમાં શી નવાઈ ? | ગમે તેવા પિછાનવાળા પાસે પણ કોઇનું ખરું બેલવું નહિ. તે માણસ હાજર હોય કે નહિ, તો પણ સખત કે આકરી ટીકા કદી કરવી નહિ. એજ ટીકા ન છૂટકે નરમ શબ્દોમાં કરવી.
વાતચીતમાં “ અલબત” અને એવી જાતના શબદો. વાપરવા નહિ. તેમજ સેગન ખાવાની કે આપવાની ટેવ રાખવી નહિ. એ હલકા મન અને જંગલી સ્વભાવનું લક્ષણ છે.
કોઈ માણસ ગુસ્સે થઈ જાય તે એના ઉપર કેધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burmatumaragyanbhandar.com