________________
૧૧૮
મધુમક્ષિકા.
વવા સાથે, સારવાનો આ ઉપાય બહુ સારો છે. યુવાનોમાં કેળવણી વધવા લાગી છે અને તેમની આશાએ (aims) વધવા લાગી છે એટલે તેઓ અજ્ઞાન છોકરીઓને પસંદ નહિ કરવાના. (અને દરેક છોકરીને હાલના શોખીન સુધરેલ યુવાનના મેમ સાહેબ બનવું બહુ પ્રિય હોય છે). એટલે દરેક કન્યા ભણવા અને ઘર સંબંધી જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવા માંડશે. આથી મંડળમાં એક અગત્યને કેરફાર (revolution) થશે. અને જે કે ખીચડીમાં ઉભરે આવે છે ત્યારે ઉપર તે ખરાબ દેખાય છે પણ અંદર સત્વ સારું હોય છે; તેમ પ્રથમ તે અગવડ કેટલીક જણશે; પણ તેના સારા પરિણામને પૂર્ણ વિશ્વાસ છે. બાળલગ્ન તે આથી ટળી જ જશે. તેમ છતાં નામને કાયદો કરવો કે, પુરૂષને અઢાર વરસ સિવાય અને કન્યાને ચાદ વરસ સિવાય વિવાહ કરવાની રજા નહિજ આપવી; કારણ કે કન્યા-કાળ વીતી જવાને ડર છે; પણ વર-કાળ વીતી જવાને તે કાંઈ ડર નથી ?”—એટલામાં એક ઘરડો ડેસે બે
ત્યેઃ “એ તે બધું ઠીક, પણ આ વાત તે અમને બહુ રૂચી નહિ. અમારું જુનું બધું ઠીક છે. પણ હશે ભાઈ, આજકાલ તો જુવાનીઆની જીતનો વારો છે અને ફેરફાર ઉપર ફેરફાર થયાંજ કરે છે; તે અમે ના કહેતા નથી. કરો તમારે બધાને કરવું હોય તેમ. પણ છોકરીની ઉમ્મર ચૌદ વરસનીજ થવી જોઈએ એ નિયમ પાળી શકા મુશ્કેલ છે. થોડાક વરસ ઉપર સર ઍમ ઍલ્હીલ સરકારમાં દરખાસ્ત કરવાના હતા કે ૧૨ વરસ થયાં સિવાય કન્યાને પરણવા દેવી નહિ એવો સરકારે કાયદો કરે. ત્યારે વિચાર કરતાં શા નિર્ણય ઉપર આવ્યા હતા તે ખબર છે ? કોઇની ઉમ્મરની બરાબર એકસ તપાસ કરવા જતાં ખાનગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com