________________
પત્ર ટ મો.—મનસુખ તરફથી કેશવને.
૮૭
વાર મુંગે રહી વજીર બોલ્યો “ કાંઈ નહિ, ખુદાવિદ. ”' આથી ઉલટે વધારે ઉશ્કેરાયેલ પાદશાહ આગ્રહપૂર્વક પૂ. છવા લાગ્યો, એટલે પ્રધાને કહ્યું: “ આ ઝાડ ઉપર બે ચકલાં વાતો કરે છે. જનાવરની ભાષા હું ભણેલો હોવાથી તે સાંભળવા ઉભે હતો. તે બેમાંને એક ચકલો પિતાના પુત્રના લગ્ન બીજા ચકલાની પુત્રી સાથે કરતાં, વીસ ઉ.
જડ ગામ પહેરામણમાં માગે છે. તેના ઉત્તરમાં બીજો કહે છે: “ વીસ તે શું પણ સે ઉજ્જડ ગામ આપવા હું ખુશી છું. ઈશ્વર મહમદ સુલતાનને સહીસલામત રાખે; કારણ કે તેના હોવા છતાં ઉજજડ ગામનો ટટે અમને કદી પડવાનો નથી.” ” પાદશાહને આથી ઉડો બોધ મળ્યો ને પછીથી પોતાની વર્તણુક સુધારી.
( ૧૬ ) પ્રશ્ન પૂછતી વખતે તે એવી રીતે પૂછો કે જેથી આપણે ધારેલે ઉત્તરજ મળે. આથી સામે માણસ આપણું બેલેલા શબ્દોનું અનુકરણ કરવા લલચાશે, અને એ પ્રમાણે ઉત્તર આપતાં ઢીલ કરશે નહિ. રાજાની વિરૂદ્ધના એક માણસે બીજાને પૂછયું: “ આખા રાજ્યની ઉપજ નિરાતે સુતાં સુતાં જમનાર રાજાને શું ધિક્કારવો ન જોઈએ ?” બીજાએ ઉત્તર આપે. “અરબત્ત.”
( ૧૭ ) કેટલાક પિતાના મનની વાત કહેવા, યોગ્ય વખતની રાહ જોઈ બેસે છે. તેઓ આમ તેમ આડી વાત કાઢે છે અને હજારો વિષયમાં ઉતરી પડે છે. છેવટે લાગ
જોઇને પોતાની વાત બહાર કાઢે છે. આમ કરવામાં ઘણી • ધીરજની જરૂર છે, પણ એ યુક્તિ બહુ ઉપયોગી છે.
| ( ૧૮ ) એકાએક અણધાર્યો સવાલ પૂછવાથી સામે માણસ પિતાને બચાવ કરવા શક્તિમાન થતું નથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com