________________
૨૩ બવ. ]
ચક્રવતીની દીક્ષા.
૨માં ગયા હરિત્ર પર
મહત્સવ પુર્વક ચક્રવર્તી પણાને રાજ્યાભિષેક કર્યો એ પછી ચક્રવર્તી નીતિથી રાજ્યનું પાલન કરવા લાગ્યા. - પ્રિય મિત્ર ચકવતી પણાની રાજ્ય દ્ધિ ભગવતાં હતા. એક વખત મૂકા નગરીના ઉદ્યાનમાં પિટિલ નામના આચાર્ય પોતાના શિષ્યો સહિત સમેસર્યો. તેમને વંદન કરવા ચક્રવતી ઉદ્યાનમાં ગયા. ત્યાં આચાર્ય મહારાજને વંદન કરી તેમની પાસેથી ધર્મદેશના સાંભળી. વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પુત્રને રાજ્યારોહણ કરીને દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળ્યું અને કેટી વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું. એકંદર ચૌરાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી ચાવીશમા ભાવમાં શુક દેવલેકે સર્વાર્થ નામના વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા ચક્રવર્તીઓની ગતિ આશ્રીને એ નિયમ છે કે જે પરિગ્રહની અત્યંત આશક્તિથી અંતાવસ્થા સુધી ચક્રવતીપણું છોડતા નથી તે મરણ પામીને અવશ્ય અગતિમાં (નર્ક ) જાય છે, અને જેઓ ધર્મદેવપણું અંગીકાર કરે છે એટલે કે ચારિત્ર ધર્મ અંગીકાર કરી તેનું યથાર્થ પ લન કરે છે તેઓ અવશ્ય વર્ગ કે મેક્ષ એ બેમાંથી એક ગતિ પામે છે.
આ તેવશમા ભવના વર્ણનના અંગે કઈ કઈ બાબતે ધ્યાનમાં રાખવા જેવી છે તેને વિચાર કરી જઈએ. | નયસારને જીવ એકવીશ મોટા અને બીજા ભુલક ભવમાં દેવ, મનુષ્ય તીર્થંચ અને નરક એમ ચારે ગતિમાં કર્મવસાત જન્મ મરણ કરે છે. નરક અને તીર્થંચ ગતિમાં જન્મ ધારણ કરી તે ગતિના લાયક મહાન અશુભ વેદનાઓ ભેગવી અશુભ કર્મ ખપાવે છે. એમ કરતાં બાવીશમે મનુષ્યને ભવ અને તે પણ ક્ષત્રીય કુલમાં રાજા તરીકે પ્રાપ્ત કરે છે. અહી અશુભગતિ નરક અને તીય અને અંત આવે છે. હવે પછીના ભવે મનુષ્ય અને દેવ ગતિમાં જ થાય છે. એટલું જ નહિં મનુષ્યના ભાવ પણ ઉંચ પ્રકારની સામગ્રીવાળા ને તેમાં તેવીશમે ભવ ચક્રવતીને મેળવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com