________________
૨૩ ભવ. ]
ચક્રવતીને ભવ. વિશેષ એ છે કે સાતમી નારકીના છ મનુષ્યગતિનું આયુષ્ય પણ બાંધી શકતા નથી. એક વખત જવ અધોગતિ પામ્યા પછી તેને ઉંચે ચઢતાં સ્વભાવિક કેટલી અડચણે અને હરકતે નડે છે તે લક્ષમાં રાખી અર્ધગતિને લાયકની આપણી પ્રવૃત્તિ ન થાય તેના માટે સાવધગિરિ રાખવાની છે.
નયસારને જીવ સાતમી નરકે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પુરૂં કરી વીસમાં ભરમાં સિંહપણે ઉત્પન્ન થાય છે. સિંહને ભવ કેવળ જીવહિંસા કરીને પુરે કરવાનું હોય છે. અનંતાનુબંધિ ક્રોધના ઉદય અને જીવહિંસામાં વર્તતા છો અગામી ભવે પુનઃ પ્રાય નરકાસુ બાંધે છે. તે સિંહના ભવનું આયુષ્ય પુરૂ કરી એકવીસમા ભાવમાં પાછો ચેથી નર કે નારકીપણે ઉત્પન્ન થાય છે. તે પછી તિર્યંચ અને મનુષ્યાદિગતિમાં ઘણું ભવ ભસ્મ પછી બાવીશમા ભાવમાં રંથપુર નગરમાં પ્રિય મિત્ર નામે, રાજા, અને તેની વિમલા નામે રાણીથી વિમલ નામે પુત્રપણે ઉ. ત્પન્ન થયા. લઘુ વયમાં સર્વ કલ ને અભ્યાસ કર્યો. રાજ્યને લાયક થવાથી પિતાએ રાજ્ય ગાદી ઉપર રાજ્યાભિષેક કરી રાજ્ય સ્વાધિન કર્યું.
વિમલરાજા ન્યાયથી રાજ્યનું પાલન કરે છે. ભદ્રિક પરિણામી અને દયાલું છે. એક વખત તેઓ વનમાં કીડા કરવા ગયા હતા. વનમાં કઈ શીકારીએ પાસ નાખી હરગોને પાસમાં સપડાવ્યાં હતાં. તે દીઠાં. નિર્દોષ હરણને શિકારી લોક વિના કામણ પાસમાં સપડાવી તેને પાર કરે એ વ્યાજબી નથી એમ દયાલું એવા વિમલ રાજા ના મનમાં આવવાથી તે હરણને પાસમાંથી છેડાવી અભયદાન આપ્યું. દયા યુક્ત ભદ્રક પરિણામથી અગામી ભવનુ મનુષ્પાયુ બાંધ્યું. ઉત્તરકાળમાં દીક્ષા લીધી. શ્રી જ્ઞાનને અભ્યાસ કરી ગીતાર્થ થયા. ઉગ્ર તપ કરી ચક્રવર્તીની પદવીને લાયક કમ ઉપાર્જન કર્યું. અંતે એક માસનું અણસણ કરી આયુષ્ય પૂર્ણ કર્યું.
તેવી શમા ભાવમાં અપરવિદેહમાં મુકા નામે નગરીના ધનંજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com