________________
૫૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. | પ્રકરણ : તપસ્યાથી થતી નિર્જ રાવડે કર્મોને જરાવનારે શુદ્ધ બુદ્ધિવાળે પુરૂષ સર્વ કર્મોથી મૂકાઈમેક્ષ પામે છે.
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળી ઘણા લોકોએ દીક્ષા ગૃહણ કરી; બળભદ્ર અને વાસુદેવે સમક્તિ પ્રાપ્ત કર્યું પ્રથમ પિરષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવના પુરૂષોએ આઠ શેરના પ્રમાણવાળા ચાર પ્રસ્થ બળી લાવ્યા, તે બળી પ્રભુની પાસે ઉડાડે. તેમાંથી અર્ધભાગ નીચે પડયા અગાઉ દેવતાઓએ લીધે, બાકીના અર્થમાંથી અર્ધરાજાએ એ લી; બાકીનો ભાગ બીજાઓએ ગ્રહણ કર્યો. પછી ઉત્તર દ્વારથી નીકળી પ્રભુ મધ્ય ભાગમાં રહેલા દેવછંદમાં જઈ બેઠા એટલે મુખ્ય ગેશુભ ગણધરે પ્રભુના પાદપીઠ ઉપર બેસીને ધર્મ દેશના આપી જ્યારે બીજી પિરષી પૂર્ણ થઈ, ત્યારે તેમણે ધર્મ દેશના સમાપ્ત કરી, એટલે ઈદ્રાદિ દેવે અને વાસુદેવ તથા બળધામ વગેરે પત પિતાને સ્થાને ગયા પ્રભુ પણ તે સ્થાનથી બીજે સ્થાને વિહાર કરી ગયા.
ત્રિપૃષ્ઠ વાસુદેવને બત્રીસ હજાર અંતઃપુરની સ્ત્રીઓ હતી તેમાં મુખ્ય સ્વયંપ્રભા પટરાણી હતી. તે નિત્ય વિષયમાં આશક્ત રાજ્ય મુછમાં પરાયણ, અને ભુજબલનાગર્વથી જગતને તૃણ સમાન ગણતે. તે જીવ હિંસામાં નિઃશંક, મહારંભ પરિગ્રહવાળે અને કુર અધ્યવસાયવાલે હતે. તેથી પ્રાપ્ત કરેલું સમક્તિ વમી નાખ્યું હતું. તેને સ્વયંપ્રભા રાણીથી શ્રી જય અને વિજય એ નામના બે પુત્રો થયા હતા.
ત્રિપૃષ્ઠને રાજ્ય વૈભવ, અને તેમાં તેની આશક્તિના લીધે પંચદ્રિના વિષયોને તૃપ કરવાના સાધને તેની પાસે આવે તેને તે યથેચ્છ ઉપયોગ કરતે. તેની કીર્તિ સાંભળી કિનને પણ પરાજય કરે એવા ગવૈયાઓ તેની પાસે આવ્યા. તેઓએ પિતાની ગાયન કળાથી ત્રિપૃષ્ઠનું હૃદય હરી લીધું. તેઓના ગાયનથી ખુશી થઈને પિતાની પાસે રાખ્યા.
એક વખત રાત્રિએ શય્યામાં સુતેલા ત્રિપૃષ્ઠવાસુદેવની પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com