________________
૫૩
૧૮ ભવ ] શ્રી શ્રેયાંસ પ્રભુની દેશના. સકામ નિર્જરા થાય છે, સમતિ સિવાયનાને અકામ નિર્જરા થાય છે. કર્મોની પરિપકવતા ફળની પેઠે પ્રયત્નથી અથવા સ્વયમેવ એમ બે પ્રકારે થાય છે. જેમ સુવર્ણષવાળું હોય પણ પ્રદિપ્ત અગ્નિવડે શુદ્ધ થાય છે. તેમ તપ રૂપ અનિવડે સદેષ જીવ પણ શુદ્ધ થાય છે. તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો છે. અનશન, ઉદર, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાય કલેશ અને સંલી. નતા એ છ ભેદ બાહ્ય તપના છે. પ્રાયશ્ચિત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, શુભધ્યાન, અને કાર્યોત્સર્ગ એ છ ભેદ અત્યંતર તપના છે આ બાહ્ય અને અત્યંતર તપના સેવનથી નિયમધારી પુરૂષ પિતાના દુર્જર એવાં કર્મોને પણ જરાવી દે છે.
સંવર તત્વનાં સેવનથી આવને રોધ થઈ નવીન કમી જીવને લાગતાં નથી. જેમ કોઈ પૂર્ણ જળથી ભરેલા સરોવરને ચારે બાજુથી તેમાં પાણી આવવાનાં દ્વાર બંધ કરવાથી તેમા નવીન જળ પ્રવેશ કરી શકતું નથી તેમ સંવર તત્વના જે ભેદે. બતાવેલા છે તે રીતે તેનું સેવન કરવાથી નવીન કર્મો આવતાં બંધ થાય છે.
એ પૂર્ણ જળથી ભરેલું સરોવર સૂર્યને પ્રચંડ તાપથી સૂકાઈ જાય છે, તેમ પ્રાણુઓનાં પૂર્વે બાંધેલ કર્મો પણ તપસ્યાના તાપથી તપી ક્ષય પામી જાય છે. નિર્જરાના બે ભેદમાં બાહા તપ કરતાં અત્યંતર તપ શ્રેષ્ઠ છે, અને તેમાં પણ ધ્યાન સર્વોત્કૃષ્ટ છે, કારણ કે ધ્યાન કરનારા યેગીના ચિરકાલથી ઉપાર્જન કરેલાં અને ઘણું પ્રબળ કર્મ પણ તત્કાલ જર્જરીભૂત થઈ જાય છે. જેમ વૃદ્ધિ પામેલે શારીરિક દોષલંઘન કરવાથી સેકાઈ જાય છે, તેવી રીતે તપ કરવાથી પૂર્વ સંચિત કર્મ પણ ક્ષય જાય છે, અથવા મેઘને સમૂહ પ્રચંડ પવનના આઘાતથી આમ તેમ વિખરાઈ જાય છે, તેમ તપસ્યાથી કમને સમુહ વિનાશ પામે છે.
જ્યારે સંવર અને નિર્જરા પ્રતિક્ષણ સમર્થપણે ઉત્કર્ષ પામે છે, ત્યારે તે જરૂર મોક્ષને ઉત્પન્ન કરે છે. બન્ને પ્રકારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com