________________
૫૧
૧૮ ભવ. ] વાસુદેવપણાને અભિષેક
એવી રીતે દક્ષિણ ભરતાદ્ધને સાધી ત્રિપૃષ્ઠ વાસુદેવ દિગ્યાત્રાથી નિવૃત્ત થઈ પિતાના નગર તરફ જવાને પાછા વળ્યા, કારણ ચક્રવર્તીની સમૃદ્ધિથી અર્ધ અને ભુજબળમાં પણ અદ્ધ બળ વાસુદેવનામાં હોય છે. ચકવર્તીની સમૃદ્ધિ છ ખંડની હોય છે. અને વાસુદેવના બળ કરતાં બમણું બળ તેમનામાં હોય છે.
દિગવિજય કરી પાછા પિતનપુર જતાં મગધ દેશમાં આવ્યા. તે પ્રદેશમાં કેટી પુરૂષથી ઉપાડ સકાય એવી એક મહા શિલા (કેટી શિલા) દીઠી એ શિલાને પોતાની વામ ભુજાવડે. ઊપાડીને આકાશમાં મસ્તક ઉપર છત્રની જેટલી ઊંચી કરી, અને પાછી સ્થાનકે મુકી તેમના આવા ભુજાબલને જોઈને તેમની સાથેના રાજાએ આશ્ચર્યચક્તિ થઈ વાસુદેવની પ્રસંશા અને સ્તુતિ કરવા લાગ્યા. દક્ષિણ ભરતાદ્ધને સાધી સ્વદેશ પધારતા હેવાથી પિતનપુરને પ્રજાપતિ રાજાએ તથા પ્રજાજનોએ એવી રીતે તે શણગાયું કે જાણે દેવતાઈ નગરીને ભાસ થતું હતું. ત્રિપૃષ્ઠ વાસુદેવે પોતે મેળવેલી સ્મૃદ્ધિમાંથી પોતાની સાથે આણેલ સમૃદ્ધિ સહિત મહાન આડંબર પૂર્વક ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈ નગરમાં પ્રવેશ કર્યો નગર જનોએ પ્રવેશ મહત્સવ ઘણું હર્ષથી કર્યો
પછી રાજાઓ દેવતાઓ અને વિદ્યાધરોએ મળી પ્રથમ વાશુદેવ ત્રિપૃષ્ઠ ને અદ્ધચક્રીપણાને અભિષેક કર્યો.
ઉપર આપણે જોઈ ગયા છીએ કે આ ત્રિપૃષ્ઠ વાસુદેવ અગીયારમા તીર્થંકર ભગવંત શ્રેયાંસ પ્રભુના વખતમાં થએલ છે. ત્રિપૃષ્ઠ ને વાસુદેવપણાને અભિષેક થયા પછી તે રાજ્ય ઋદ્ધિને ભોગવે છે શ્રી શ્રેયાંશ પ્રભુએ દીક્ષા લીધા પછી છદ્મસ્થપણે વિહાર કરતા જે શહસ્ત્રાગ્રુવનમાં પિતે દીક્ષા લીધી હતી ત્યાં પધાર્યા. ત્યાં ' અશોક વૃક્ષની નીચે કાસગે રહેલા પ્રભુ શુકલધ્યાનારૂઢ થયા. શુકલ ધ્યાનના બીજા પાયાના અંતમાં જેમ તાપમાં મીણ ગળી જાય તેમ પ્રભુના જ્ઞાના વરણું, દર્શના વરણ, મેહની. અને અંતરાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com