________________
४८
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ બલભદ્ર અચલ તથા વાસુદેવ ત્રિપુષ્ઠને કહ્યું કે તમ રામાં સ્વાભાવિક એવી શક્તિ છે કે જેની સામે કઈ પણ ટકી શકે તેમ નથી પણ પ્રેમથી હું તમને કહું છું કે વિદ્યાથી દુર્મદ, બલવાન, તીવ્ર અનેક રાજાઓની સહાય વાળે, નિરંતર વિજય કરનારે અને ઉંચી ગ્રીવાવાળા એવા અવઝીવ રજાથી બહુ સાવચેત રહેવાની જરૂર છે, જો કે, એક વિદ્યા સિવાય તમારા બનેમાં તેનાથી કાંઈ ન્યુન નથી, વિદ્યા વિના પણ તમે તેને હણવાને સમર્થ છે તે છતાં, હું તમને પ્રાર્થના કરું છું કે, તમારે વિદ્યાસિદ્ધિને માટે જરા . શ્રમ કરે; જેથી તેનું વિદ્યાવડે કરેલું માયાયુદ્ધ વ્યર્થ જાય.
જવલનજીની વિનતિને સ્વીકાર કરી તેમાં અને શુદ્ધ વસ્ત્ર પહેરી વિદ્યાનું આરાધન કરવાને તૈયાર થયા. જવલન જટીએ તેમને વિદ્યા શિખવી. એટલે તે મંત્રબીજના અક્ષરેને મનમાં સ્મરણ કરતા બને ભાઈઓએ એકાગ્ર ચિત્તે સાત રાત્રી નિર્ગમન કરી. સ તમે દિવસે સર્વ વિદ્યાઓ ધ્યાનારૂઢ થએલા તેઓ બંનેને પ્રાપ્ત થઈ. વિદ્યાસિદ્ધ થવાથી તેઓ ધ્યાન મુકત થયા. પુણ્યશાળીઓને પુણ્યના આકર્ષણથી શું શું પ્રાપ્ત થતું નથી ?
પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ પિતાના જ્યેષ્ઠબંધુ બલભદ્ર અચલ જ્વલન જટી અને પ્રજાપતિ રાજા સહિત મેટુ સૈન્ય લેઈ પિતાના દેશના સીમાડા પર રથાવર્ત પર્વત પાસે આવી પહોંચે.
બન્નેના સૈન્ય વચ્ચે યુદ્ધને આરંભ થયે. બન્ને સૈન્યના સિનિકોના યુદ્ધમા શસ્ત્રશસવડે યુદ્ધ કરનારા અમિત પરાક્રમી અનેક સુભટેને તે રણભૂમિમાં વિન શ થયે. થેવારમાં ત્રિપૃષ્ઠ વાસુદેવની સેનાએ અશ્વગ્રીવની સેનાને પરાડ મુખ કરી.
પિતાના સૈન્યને ભંગ થતે જઈ અગ્રીવના પક્ષના વિદ્યાધરે ઘણા કે પાયમાન થયા. અને માયાવી વિવિધ પ્રકારના બીહામણા ભાયંકર રૂપ કરી ત્રિપૃષ્ઠ વાસુદેવના સૈન્યને બીહરાવવા લાગ્યા. વિદ્યાધરોના તેવા ઉપદ્રવથી સૈનીકે પાછા વળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com