________________
૫-૮ ભવ. ] યુદ્ધની તૈયારી.
૭ વાસુદેવ અશ્વગ્રીવે પ્રતિજ્ઞા કરી. પિતાના તાબાના સૈન્યને રણસંગ્રામ માટે તૈયારી કરવાની આજ્ઞા કરી.
આવી રીતની રાજાની આજ્ઞાથી બુદ્ધિમાન મુખ્યપ્રધાન ચકિત થઈ ગયે, તેણે વિનયપૂર્વક રાજાને વિનંતિ કરી કેઆપ મહારાજાએ લીલા માત્રમાં આ ત્રિખંડ ભરતક્ષેત્રને પૂર્વે જીતી લીધેલું છે, તે આપની કીર્તિ તથા લક્ષમીની વૃદ્ધિને માટે થયેલું છે. તેમજ સર્વ પરાક્રમિઓમાં આપ અગ્રેસર થયા છે, તો આ એક માત્ર સામંત રાજાને વિજય કરવા માટે તમે પિતે તૈયાર થયા છે તે હવે તેથી તમે વિશેષ શી કીતિ અને લક્ષમી મેળવશે? પરાક્રમી પુરૂષને હીન પુરૂષના વિજયથી કાંઈ પણ ઉત્કર્ષ થતું નથી, પણ કદી જે દૈવગે હીન પુરૂષને વિજય થયો તે પૂર્વે ઉપાજેલા સર્વે યશે એકી સાથે ચાલ્યા જાય છે. કેમકે રણની ગતિ વિચિત્ર છે. વળી નિમિત્તિયાએ કહેલી બંને બાબતે સત્ય થએલી હેવાથી મને તે મટી શંકા થાય છે, માટે આ વખતે તેની ઉપેક્ષા કરવી એ મને તે ઉચિત લાગે છે, હે પૃથ્વી પતિ ! જે કદી આમ બેસી રહેવાનું આપ પસંદ કરતા ન હ તો આપના સૈન્યને જવાની આજ્ઞા આપે; પણ આપે જાતે જવું એ મને આ વખતે લગાર પણું ઉચિત લાગતું નથી.
રાજાએ અભિમાનના આવેશથી મંત્રિની આવી સત્ય અને હિતકારી વિનંતિને અનાદર કર્યો. ગર્વ રૂપી મદીરાના કેફવાળા પુરૂષને ચેતના ક્યાંથી હેય વારૂ?
પ્રતિવાસુદેવની આજ્ઞા મુજબ સેવકોએ પ્રસ્થાનની દુંદુભિ વગડાવી સર્વ સનિકે સામગ્રી સાથે આવી એકઠા થયા. સંપૂર્ણ સૈન્ય સાથે રાજા થાવર્તપર્વત નજીક આવી પહોંચે. પર્વતની નીચેની ભૂમિ ઉપર વિદ્યારના સૈન્યએ નિવાસ કર્યો,
આ તરફ પતનપુરમાં વિદ્યાધરના રાજા જવલન જટીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com