________________
૧૮ ભવ. ]
સ્વયંપ્રભા-લગ્ન. પરાક્રમથી તે બાલક નથી જેમ સર્વ પશુઓમાં તું સિંહ છેવનરાજ છે તેમ સર્વનરોમાં તે સિંહ છે, તેથી તેમની સાથેના સંગ્રામમાં હણાવાથી તને લજજા આવે તેમ નથી, ઉલટી લાધા થાય તેમ છે. ” આવા પ્રકારના સારથીના વચનરૂપ અમૃતની વૃષ્ટિથી શાંત થઈ કેશરી સિંહ મૃત્યુ પામ્ય, અને નરકગતિનું આયુષ્ય બાંધવાથી નરકભૂમિમાં નારકીપણે ઉત્પન્ન થયે.
પ્રતિવાસુદેવ અશ્વગ્રીવની આજ્ઞાથી આ વૃત્તાંત જાણવાને આવેલા વિદ્યાધરને ત્રિપૃષ્ઠ તે સિંહનું ચર્મ આપી કહ્યું કે “આ પશુથી પણ ચકિત થએલા તમારા સ્વામીને તેને વધુ સુચવનાર આ સિંહનું ચર્મ આપજે, અને સ્વાદિષ્ટ ભેજનમાં લંપટ એ તું હવે નિશ્ચિત થઈ શાલિનું ભજન કરજે. આ વાસુદેવને સંદેશે કહેવાનું કબુલ કરી તે વિદ્યાધરના કુમારે પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના તરફ રવાને થયા.
ત્રિપૃષ્ઠકુમાર તથા અચળ બને બંધુએ તે સ્થળથી પરિવાર સહિત પાછા પોતાના નગરમાં આવ્યા, અને પિતાને મળી પ્રણામ કર્યા. બળભદ્ર અચલકુમારે ત્યાં બનેલે સર્વવૃત્તાંત કહે તે સાંભળી રાજા ઘણે ખુશી થયે.
અશ્વગ્રીવના તાબાના વિદ્યાધરએ પણ આ સર્વવૃત્તાંત તેને નિવેદન કરી ત્રિપૃષ્ઠકુમારે કહેલ સંદેશો કહી સંભળાવ્યું. જે તેને વજપાત જેવું લાગે.
સ્વયંપ્રભાની સાથે પાણિગ્રહણ.
ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં મુખ્ય બનાવ ત્રિખંડ પથ્વીનું રાજ્ય પ્રતિવાસુદેવ હયગ્રીવે મેલવેલું હતું, તેની સાથે યુદ્ધ કરી તે રાજ્ય છતી વાસુદેવ પદવી ધારણ કરવાનું છે તે યુદ્ધના નિમિત્ત કારણરૂપ પટરાણ સ્વયંપ્રભાના પાણિગ્રહણને બનાવ હોવાથી તે સંબંધી સહજ ઈસારા રૂપ ઈતિહાસ આપવું ઉચિત લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com