________________
૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ : મંત્રિદ્વારા મળવાથી પ્રતિવાસુદેવે નિમિત્તિયાએ કહેલી વાતની ખાત્રી કરવાના ઈરાદાથી પિતાના ચંડવેગ નામના એક દૂતને કઈ મતલબ સમજાવી, પ્રજાપતિ રાજા પાસે જઈ તેને મળી આવવા આજ્ઞા કરી. તે દૂત પ્રતિવાસુદેવના પ્રતિનિધિ તરીકે ઘટીત સન્ય અને સરંજામ સાથે પતનપુર નગરે આવી પહોંચે.
પ્રજાપતિ રાજા સર્વ અલંકારથી વિભૂષિત થઈ રાજસભામાં અચલ તથા વિપૃષ્ઠકુમાર, સામંતરાજાઓ, સેનાપતિઓ, અમા, અને પુરોહિત પ્રમુખ માન્યપુરૂષ તેમજ પ્રધાનપુરૂષોની સાથે 'મહદ્ધિક દેવની માફક સભા ભરીને બેઠા છે. સભામાં નિઃશંકપણે સંગીત ચાલતું હતું, એ સંગીતમાં વિચિત્ર અંગચેષ્ટા અને અંગહારપૂર્વક સુંદરનૃત્ય થતું હતું, શ્વનિકરતા મૃદંગના ઘોષથી આકાશ ગાજી રહેતું હતું, ગાયનના સ્પષ્ટ ઉદ્દગારથી મધુર વાણુને જીવન મળતું હતું, ગ્રામ તથા રાગરાગણીને પ્રગટ કરનારી વિષ્ણુ શ્રતિઓને વ્યક્ત કરતી હતી, તાલને અનુસરીને ગાયનને આરંભ થતું હતું. તે વખતે ચડગદૂત પિતાના આગમનની સૂચના અપાવ્યા સિવાય વીજળીના ચમત્કારની પેઠે તત્કાલ સાહિત્ય સંગીત કલાવિહીન સંગીતસભામાં દાખલ થયે. પ્રતિવાસુદેવના દૂતને અકસ્માત આવેલ જોઈ, સામતરાજાઓ સહિત પ્રજાપતિ રાજા સંભ્રમ પામ્યા અને એ સ્વામીના દૂતને સંભ્રમસહિત માન આપવાને માટે ઉભા થઈ, સત્કાર સાથે તેને આસન પર બેસાડ પછી રાજાએ તેના સ્વામીના સર્વ સમાચાર પૂછ્યા. સમય સિવાય સભામાં આવવાથી સંગીતને ભંગ . પિતાના આગમનની ખબર આપ્યા સિવાય સભામાં દાખલ થવાથી, તથા સભાના રંગમાં ભંગ થવાને, જે બનાવ બને તે ત્રિપૃષ્ઠકુમારથી સહન થયું નહિ. આ અજાયે પુરૂષ કેણ છે? ત્રિપૃષ્ઠકુમારે પોતાની પડખે રહેલા કોઈ પુરૂષને પૂછ્યું. તેણે કુમારને જણાવ્યું કે “ એ રાજાધિરાજ હયગ્રીવ મહારાજાને દૂત છે. આ ત્રિખંડભરતક્ષેત્રમાં જેટલા રાજાઓ છે તે સર્વે તે મહારાજાના કિંકર છે, તેથી તમારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com