SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ મા મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ દૈત્યાદિકથી પણ ભય પામે નહિ એવા બલિષ્ટ હતા. બન્ને વચ્ચે પરસ્પર અત્યંત સ્નેહ હેવાથી અચલકુમાર વિના ત્રિપૃષ્ઠકુમાર અને ત્રિપૃષકુમાર વિના અચલકુમાર એકલા રહેતા નહિ. જાણે બે શરીર અને એક આત્મા હાય ! તેમ તેઓ સાથે જ ફરતા હતા. બલભદ્રઅચલ અને ત્રિપૃષ્ઠવાસુદેવના પિતા પ્રતિ વાસુદેવ અશ્વગ્રીવના તાબાના રાજા હતા. એ પ્રતિવાસુદેવને યુદ્ધની અંદર છતી, તેણે મેળવેલી ત્રિખંડ પૃથ્વીની રાજ્ય લક્ષ્મી ત્રિપૃષ્ઠવાસુદેવ પ્રાપ્ત કરશે; એ કારણસર એ પ્રતિવાસુદેવને વૃત્તાંત આ ઠેકાણે જાણવાની આવશ્યકતા છે. પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને વૃત્તાંત. અગ્રીવ રત્નપુર નગરને રાજા હતે એ મહાભુજનું શરીર એંશી ધનુષ્ય ઉંચું હતું. અને તેનું આયુષ્ય ચોરાશી લાખ પૂર્વનું હતું. એ મહાબાહુ અને પકિમી વીર રણસંગ્રામમાં ઘણે કુતુહલી હતું. રાજા મહારાજાએ પણ એ પ્રતિવાસુદેવથી ભય પામી તેની ભકિત કરતા હતા. યેગી પુરૂષે જેમ પરમાત્માને ભૂલે નહિ, તેમ સર્વ રાજાએ કઈ દિવસ પણ તેને પિતાના હદયમાંથી ભૂલી જતા ન હતા. તે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવે પિતાના પરાક્રમથી આ ભરતક્ષેત્રના ત્રણખંડ સવાધીન કરી લીધા હતા. જેની અંદર વૈતાઢય પર્વત પણ આવી જાય છે. તેમજ પિતાના બળ અને પરાક્રમથી વિદ્યાધરની બે શ્રેણીઓ વિદ્યાધરને યુદ્ધમાં પરાજીત કરી લીધી હતી. માગધ, વરદામ અને પ્રભાસતીર્થોના અધિપતિઓ પણ તેમની સેવા કરતા હતા. એકંદર સેળહજાર મુગટબદ્ધ રાજાએ તેના ઉગ્ર શાસનમાં હતા. આવી રીતે પ્રતિવાસુદેવ અવઝીવ એકછત્રસામ્રાજ્યને પ્રાપ્ત કરી પૃથ્વીમાં ઈદ્રની જેમ કાળ નિર્ગમન કરતે હતે. એક વખત એ પ્રતિવાસુદેવના મનમાં અનાયાસે એવી શંકા પેદા થઈ કે-દક્ષિણાદ્ધભરતક્ષેત્રમાંના રાજાઓ તે મહારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy