________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ કર્મક્ષય કરી દીક્ષા અંગીકાર કરી, ચાર ઘાતકર્મ ખપાવી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે અવસરે તીર્થંકર નામકર્મના ફળરૂપ સુરાસુરને પૂજ્ય એવા તે પ્રભુ સમવસરણમાં બેસી ધર્મદેશના આપે છે, તથા જૂદા જૂદા દેશોમાં વિહાર કરી ઘણું ભવ્યજીવોને ધર્મ પમાડ તેમને ઉદ્ધાર કરી તીર્થકર નામકર્મપ્રકૃતિના દલીયાં ખપાવી, મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ કરી જાય છે.
ચક્રવર્તી–ચકવતિપણાની રિદ્ધિ છ ખંડ પૃથ્વીનું આધિ પત્ય પ્રાપ્ત કર્યા પછી તે ભવના ઉત્તરકાલમાં ચક્રવર્તિપણાના અંગે પ્રાપ્ત થએલી રિદ્ધિ છેડી દીક્ષા ગ્રહણ કરી ધર્મારાધન કરે તે સર્વથા કર્મક્ષય કરી તે ભવમાં મોક્ષે જાય, અથવા દેવગતિના આયુષ્યને બંધ કરી દેવગતિમાં ઉત્પન્ન થાય, પણ જે ચક્રવતિપJાની સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેના મેહમાં તે ભવ પૂર્ણ કરે છે, મહાન આરંભ (પાપ) અને પરિગ્રહની મમતાના ગે નરક ગતિને બંધ કરી ચક્રવતિપણાના ભવમાં તે ભવનું આયુષ્ય પૂર્ણ કરી નિયમા નરકગતિમાં ઉત્પન્ન થાય છે.
વાસુદેવ, વાસુદેવના ભવમાં ત્રણ ખંડ પૃથ્વીનું આધિ પ્રત્યે પ્રાપ્ત કરી. વાસુદેવપણાની રિદ્ધિ જોગવી નિયાણુવાલા હોવાથી નિયમ નરકગતિને બંધ કરી, ભવાંતરમાં નરકગતિમાંજ ઉત્પન્ન થાય છે.
બલદેવ, એ વાસુદેવના એરમાઈ ભાઈ હોય છે. પણ તે બનને વચ્ચે ગાઢ પ્રીતિ હોય છે. એ બને ભાઈઓ છતાં બલદેવ તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી ધર્મારાધન કરી સર્વથા કમ ખપાવી મોક્ષે જાય, અથવા દેવગતિને બંધ કરી બલદેવના ભવનું આયુષ્ય પૂર્ણ કરી દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
પ્રતિવાસુદેવ-પ્રતિવાસુદેવ ત્રણ ખંડ પૃથ્વીનું રાજ્ય મેળવે છે અને તે રાજ્યરિદ્ધિ ભેગવવાને પ્રસંગ આવે છે, તેવા સમયમાં વાસુદેવથી વિગ્રહ કરવાને પ્રસંગ ઉત્પન્ન થઈ બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com